ETV Bharat / assembly-elections

ભૂપેન્દ્ર પટેલ આજે લેશે મુખ્યપ્રધાનના શપથ, નરેન્દ્રની હાજરીમાં ભૂપેન્દ્ર બનશે CM

author img

By

Published : Dec 11, 2022, 8:31 PM IST

Updated : Dec 12, 2022, 9:16 AM IST

ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી પરિણામ બાદ 9 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ એ પણ રાજીનામું આપ્યું છે, ત્યારે નવી સરકાર 12 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ (Assmebly Shapath Grahan Program) કરશે. તેની તૈયારીઓ પણ સચિવાલય ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી છે.

12 તારીખના ભૂપેન્દ્ર પટેલ લેશે મુખ્યપ્રધાન તરીકેના શપથ, PM મોદી પણ રહેશે હાજર
12 તારીખના ભૂપેન્દ્ર પટેલ લેશે મુખ્યપ્રધાન તરીકેના શપથ, PM મોદી પણ રહેશે હાજર

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું સત્તાવાર રીતે પરિણામ જાહેર (Gujarat Election 2022 Winner Party) થયું છે અને પરિણામ બાદ 9 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલએ પણ રાજીનામું આપ્યું છે, ત્યારે નવી સરકાર 12 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ (Assmebly Shapath Grahan Program) કરશે. તેની તૈયારીઓ પણ સચિવાલય ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો ત્રણ જેટલા ડોમ તૈયાર કરવામાં આવશે અને ચાર જેટલી મોટી એલઇડી સ્ક્રીન લગાડવામાં આવશે.

પ્રધાનમંડળની થશે શપથ વિધિ: મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ફક્ત મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલએ જ શપથ ગ્રહણ કર્યા હતા અને બે દિવસ પછી રાજ્યકક્ષા અને કેબિનેટ કક્ષાના પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા. 12 ડિસેમ્બરે જે શપથવિધિ ગાંધીનગરના સચિવાલય ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવાની છે, તેમાં મુખ્યપ્રધાન સહિત તમામ રાજ્યકક્ષાના પ્રધાનોની પણ શપથવિધિ ત્યારે જ કરવામાં આવશે.

કોણ રહેશે હાજર: 12 ડિસેમ્બર યોજનારી શપથવિધિના કાર્યક્રમમાં ભાજપ દર વખતે જેમ શપથવિધિ કાર્યક્રમમાં સાધુ-સંતોને પણ ઉપસ્થિત રાખશે. આ ઉપરાંત ગુજરાતના મોટા ઇન્ડસ્ટ્રીયલ ઇસ પણ હાજર રહેશે. સાથે જ ભાજપ સાહિત્ય રાજ્યના મુખ્ય પ્રધાન પણ હાજર રહેશે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ભાજપ સાહિત્ય રાજ્યના મુખ્યપ્રધાનોને પણ સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ પણ છે, કારણ કે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષે 156 જેટલી બેઠકો પ્રાપ્ત કરી છે અને આ એક ઐતિહાસિક જીત છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે.

કમલમમાં મળશે ધારાસભ્ય દળની બેઠક: ભુપેન્દ્ર પટેલએ 9 ડિસેમ્બરના રોજ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે અને હવે તેઓ ગુજરાતના કેરટેકર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે 10 ડિસેમ્બરના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપના તમામ જીતેલા ધારાસભ્યની એક ધારાસભ્યની બેઠક યોજવામાં આવશે. જેમાં સર્વ સંમતિથી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની નિમણૂક કરવામાં આવશે. સાથે જ નવાપ્રધાન મંડળની વાત કરવામાં આવે તો, 11 ડિસેમ્બર મોડી રાત્રે તેઓને ટેલીફોનિક જાણ કરવામાં આવશે.

Last Updated :Dec 12, 2022, 9:16 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.