ETV Bharat / assembly-elections

182 બેઠકો પર ભાજપે ઉમેદવારોની પસંદગી કરી પૂર્ણ, હવે દિલ્હીથી જાહેર થશે લિસ્ટ

author img

By

Published : Nov 6, 2022, 9:33 AM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ થયું છે. જેમાં પ્રદેશ ભાજપની પર્લામેન્ટરી બોર્ડની (State BJP Parliamentary Board) ત્રણ દિવસની બેઠક પૂર્ણ થઈ છે. 9 અને 10મી તારીખે કેન્દ્રીય ભાજપ ઉમેદવારો અંગે કરશે ફરી મોટું મંથન કરશે.

182 બેઠકો પર ભાજપે ઉમેદવારોની પસંદગી કરી પૂર્ણ, હવે દિલ્હીથી જાહેર થશે લિસ્ટ
182 બેઠકો પર ભાજપે ઉમેદવારોની પસંદગી કરી પૂર્ણ, હવે દિલ્હીથી જાહેર થશે લિસ્ટ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) સત્તાવાર જાહેરાત 3 નવેમ્બરના દિવસે કરવામાં આવી હતી. ત્યારે ભાજપ પક્ષે 182 વિધાનસભાની બેઠકના (182 Assembly Meeting) મૂરતિયાઓ નક્કી કરવા માટે કમલમ ખાતે છેલ્લા 3 દિવસથી કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષમાં મળેલ બેઠકમાં 182 બેઠકના ઉમેદવારોના ભાવિ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ દિવસે 47બેઠક , બીજા દિવસે 58 બેઠકો અને આજે છેલ્લા દિવસે 77 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રતિ બેઠક 3 ઉમેદવારો નામ નક્કી કરવામાં આવશે : સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા અને મહાનગરના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ 10 જેટલા સંભવિત ઉમેદવારોના લિસ્ટ પ્રતિ વિધાનસભા ગુજરાતના (Gujarat Assembly Election 2022) મહુડી મંડળ પાસે મૂક્યું છે. ત્યારે ત્રણ દિવસ સુધી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ રહી છે. જેમાં જિલ્લા પ્રમાણેની વિધાનસભા બેઠકો ઉપર નામની ચર્ચા કરવામાં આવશે અને ગુજરાતમાંથી પ્રતિ બેઠક ત્રણ જેટલા નામ કેન્દ્રીય મહુડી મંડળને મોકલવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ભાજપના 182 ઉમેદવારોની (182 BJP Candidates Of Gujarat Assembly) જાહેરાત કરવામાં આવશે.

182 બેઠકો પર ભાજપે ઉમેદવારોની પસંદગી કરી પૂર્ણ, હવે દિલ્હીથી જાહેર થશે લિસ્ટ
182 બેઠકો પર ભાજપે ઉમેદવારોની પસંદગી કરી પૂર્ણ, હવે દિલ્હીથી જાહેર થશે લિસ્ટ

મહત્વની બેઠકો પર ચર્ચા : અમદાવાદ અને સુરતની વિધાનસભા બેઠક ઉપર ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપ પક્ષ અને જીતના દાવેદાર માટે અમદાવાદ અને સુરતની બેઠક ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. ત્યારે આ બેઠક ઉપર ખાસ નામોની ચર્ચા કરવામાં આવશે અને આ નામની ચર્ચા કલાકો સુધી ચાલે તેવી પણ માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ અગાઉ પણ પ્રથમ દિવસે રાત્રે 12 કલાકે અચાનક જ કમલમ ખાતે આવીને ફરીથી બેઠક કરીને નામ બાબતે ચર્ચા કરી હતી, જ્યારે ભાજપ પક્ષ દ્વારા ઝોન પ્રમાણે, બેઠક પ્રમાણે મજબૂત હોય તેવા ઉમેદવારોને ટીકીટ આપવાનું નક્કી કર્યું છે.

ઝોન પ્રમાણે દાવેદારીની વિગતો

1490 ઉત્તર ગુજરાત

1163 સૌરાષ્ટ્ર

962 મધ્ય ગુજરાતમાં

725 દક્ષિણ ગુજરાતમાં

કોણ રહ્યા હતા બેઠકમાં હાજર : 182 વિધાનસભાના ઉમેદવારોના નામ ચયન માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખયપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રભારી રત્નાકર, પૂર્વ મુખયપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પેટેલ, રાજેશ ચુડાસમા, ડોક્ટર કિરીટ સોલંકી, જશવંતસિંહ ભાભોર, ભાભોર પૂર્વ મેરકાનાજી ઠાકોર ઉપરાંત મહિલા અધ્યક્ષ દીપિકા સરવડા હાજર રહ્યા હતા.

અમિત શાહ પહોંચ્યા હતા રાત્રે 12 કલાકે કમલમ : સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે પ્રથમ દિવસની બેઠકની ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અચાનક મોડી રાત્રે 12 કલાકે ફરીથી કમલમ ખાતે આવ્યા હતા અને રાતના અઢી વાગ્યા સુધી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ખાસ બેઠકો પણ યોજી હતી. જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો વિધાનસભાના અમુક ઉમેદવારોને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

કમલમ ખાતથયો વિરોધ : 4 નવેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાની બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી તે દરમિયાન શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડનો શહેરાના સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓએ ગાંધીનગર કમલમ ખાતે વિરોધ દર્શાવ્યો હતો. જેઠા ભરવાડને શહેરા વિધાનસભા સીટ પરથી ભાજપ દ્વારા ટીકીટ ફાળવવામાં ન આવે તેવી માગણી સાથે કાર્યકર્તાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મોવરી મંડળને રજુઆત કરી હતી. શહેરાના ભાજપના કાર્યકર્તાઓની માગણી હતી કે, શહેરા વિધાનસભા સીટ પર ખતુંસિંહ પગીને ટીકીટ ફાળવવામાં આવી છે. ખતુંસિંહ પગી શહેરના જિલ્લા ભાજપના હોદ્દેદાર છે. જેઠા ભરવાડ 2017માં શહેરા વિધાનસભા સીટ પરથી વિજેતા બન્યા હતા. વર્ષ 2002થી ગણતરી કરીએ તો જેઠા ભરવાડ ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે.

શું કહ્યું બેઠક બાબતે ઋત્વિજ પટેલે :ભાજપ નેતા ઋત્વિજ પટેલે Etv Bharat સાથેની ખાસ વાતચીત પણ જણાવ્યું હતું કે, આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ત્રણ દિવસ સુધી 182 જેટલા વિધાનસભાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં આવશે. નિરીક્ષકો જે તમામ જિલ્લાઓમાં ગયા હતા તે તમામ નિરીક્ષકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ નામ નક્કી કરવામાં આવશે અને કેન્દ્રીય પાર્લામેન્ટ તે નામ પર મહોર મારશે, જ્યારે ભાજપ ચૂંટણી માટે તૈયાર છે અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત મેનિફેસ્ટો પણ લોકોની માગ પ્રમાણે તૈયાર કરવામાં આવશે તેવું નિવેદન પણ ઋત્વિજ પટેલે આપ્યું હતું.

જીતે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય : મળતી માહિતી પ્રમાણે કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં એક એક બેઠક માટે નિરક્ષકોના અહેવાલના આધારે જીતે તેવા ઉમેદવારના નામ અલગ તારવીને છઠ્ઠી અથવા તો સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો સમાવેશ થયો હતો. જ્યારે છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા તેમજ રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ લોકો જે બેઠક પર ઉમેદવાર મજબૂત હોય અને જીતનો પ્રબળ દાવેદાર હશે તેને જ ભાજપ મેન્ડેટ આપશે.

10 નવેમ્બર આસપાસ પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવશે : . મહત્વની વાત કરવા માટે સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે 10 નવેમ્બર ની આસપાસ પ્રથમ લીસ્ટ જાહેર કરવામાં આવશે પ્રથમ તબક્કાનું મતદાન 27 નવેમ્બર રવિવારના રોજ યોજાશે ત્યારે જે પ્રથમ પેજમાં આવશે તેવા લોકોની યાદી પ્રથમ જાહેર કરવામાં આવશે આમ 10 નવેમ્બરની આસપાસ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કા વાર 182 વિધાનસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

Last Updated :Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.