ETV Bharat / assembly-elections

સુરતની તમામ 12 વિધાનસભા બેઠક પર કોણ છે ઉમેદવાર ? જ્ઞાતિ ફેકટર જાણો

author img

By

Published : Nov 10, 2022, 4:58 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

સુરતની મજુરા વિધાનસભા (Majura Assembly) બેઠક પર આ વખતે કાંટાની ટક્કર છે. આ વખતે ત્રિપોખીયો જંગ થવાનો છે. ભાજપના હર્ષ સંઘવી, આપના પીવીએસ શર્મા, કોંગ્રેસે હજુ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. જૈન મારવાડી, મોઢ વણિક સમાજનું આગવું પ્રભુત્વ છે. જાણો કેમ આ વખતે સુરત શહેરની મજુરા વિધાનસભા બેઠક પર સૌની નજર રહેશે.

Etv Bharatસુરતની તમામ 12 વિધાનસભા બેઠક પર કોણ છે ઉમેદવાર ? જ્ઞાતિ ફેકટર જાણો
Etv Bharatસુરતની તમામ 12 વિધાનસભા બેઠક પર કોણ છે ઉમેદવાર ? જ્ઞાતિ ફેકટર જાણો

ન્યૂઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભાની ચૂંટણી રોચક થવા જઈ રહી છે કારણ કે આ વખતે ભાજપા અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે સુરતમાં બાર વિધાનસભા બેઠકો છે વર્ષ 2017 માં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હતો. સુરત ભારતનો મીની ભારત તરીકે ઓળખાય છે ત્યારે અહીં દરેક જાતિ ધર્મના લોકો લાખોની સંખ્યામાં વસે છે આ તમામ બહાર બેઠકો પર આખા ભારતની નજર હોય છે.

મજુરા (165) વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી: વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ (gujarat elections preparation) થઈ ગઈ છે તેવામાં ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જાહેર થાય તે સ્વાભાવિક છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. તેમાં સુરત જિલ્લામાં વિધાનસભાની કુલ 12 બેઠકો આવેલી છે. મજુરા વિધાનસભા બેઠક (Manjalpur Assembly Seat) રાજ્ય સરકારના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આ બેઠક પરથી ઉમેદવાર છે. આ જનરલ બેઠક છેલ્લા 2 ટર્મથી ભાજપ હસ્તક જ છે.

જાતિગત સમીકરણો: જૈન મારવાડી, મોઢ વણિક સમાજનું આગવું પ્રભુત્વ છે.

  • ગુજરાતી જૈન મારવાડી – 36,489,
  • મોઢ વણિક, ખત્રી, રાણા સમાજ – 24,999,
  • પાટીદાર – 24205,
  • એસટી, એસસી- 24,941,
  • ઉત્તર ભારતીય – 16230,
  • પંજાબી સીંધી – 12,198 મતદારો છે.

મતદારોની સંખ્યા: આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા – 2,39,563 છે, જેમાં મહિલા મતદારો – 1,07,512 અને પુરૂષ મતદારો – 1,32,048 છે.વર્ષ 2022 માં મતદારોનો આંકડો મજુરા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,78,556 છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 1,27,053 છે તો પુરુષ મતદારોની સંખ્યા 1,51,494 છે.મજુરા બેઠક પર છેલ્લા બે ટર્મ થી હર્ષ સંઘવી વિજય થયા છે અને તેઓને પાર્ટી દ્વારા મહત્વની જવાબદારી કેબિનેટમાં આપવામાં આવી હતી તેઓ રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હતા.

બે ટર્મથી હર્ષ સંઘવી મારી રહ્યા છે બાજી: મજુરા બેઠક પરથી હર્ષ સંઘવીએ 2012માં ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. અહીંથી જ તેઓ પહેલી વખત ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. તેઓ આ સમયે માત્ર 27 વર્ષના યુવાન હતા. તેઓ એબીવીપી નેતા હતા. 2012 થી 2015 રાષ્ટ્રીય મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચો, ઉપપ્રમખુ ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ તરીકે સેવા આપી હતી. જોકે, ભાજપની પરીવર્તનની લહેરમાં તેઓ હાલ ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી રહ્યા છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મજુરા સીટને લઈને બીજેપી માટે કેટલાક પડકારો ઉભા થયા છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ અથાગ મહેનત કરી રહી હોવાથી 2022માં આ સીટ કોના પાસે જાય છે, તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ રાજકીય નિષ્ણાતો અનુસાર આ સીટ માટે બીજેપી સૌથી મોટી દાવેદાર ગણાય છે.

Last Updated :Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.