ETV Bharat / assembly-elections

કોંગ્રેસને મત આપવો તે કચરામાં મત નાંખવા બરાબર હશે, અરવિંદ કેજરીવાલનો Exclusive ઈન્ટરવ્યૂ

author img

By

Published : Nov 15, 2022, 10:03 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) ત્રિપાંખિયો જંગ ખેલાશે. આવો જંગ જે પાર્ટીના લીધે ખેલાશે તે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ( Arvind Kejrival Interview ) અને સીએમ ચહેરા ઈસુદાન ગઢવી ( Isudan Gadhvi ) ની ઈટીવી ભારત ગુજરાતના બ્યૂરો ચીફ ભરત પંચાલે મુલાકાત કરી હતી. જીતની રણનીતિઓ અને વાયદા વિશ્વાસ સહિતના રસપ્રદ મુદ્દાઓ વિશે આવો સાંભળીએ આ ઈટીવી ભારત એક્સક્લૂસિવ ( ETV Bharat Exclusive ) મુલાકાત

કોંગ્રેસને મત આપવો તે કચરામાં મત નાંખવા બરાબર હશે, અરવિંદ કેજરીવાલનો Exclusive  ઈન્ટરવ્યૂ
કોંગ્રેસને મત આપવો તે કચરામાં મત નાંખવા બરાબર હશે, અરવિંદ કેજરીવાલનો Exclusive ઈન્ટરવ્યૂ

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસની જેમ જોરશોરથી પ્રચાર કરી રહી છે. શું ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે? ઈટીવી ભારત ગુજરાતના બ્યૂરો ચીફ ભરત પંચાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ( Arvind Kejrival Interview ) અને આમ આદમી પાર્ટીના સીએમ ચહેરા ઈસુદાન ગઢવી ( Isudan Gadhvi )ની વિશેષ મુલાકાત લીધી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ઈટીવી ભારત સમક્ષ દાવો કર્યો છે કે ગુજરાતમાં ભારે બહુમતી સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તેમણે જણાવ્યું કે અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમામ ગુજરાતીઓના વીજળીના બિલ ફ્રી કરી દઈશું. કોંગ્રેસને મત ન આપવા કહ્યું છે. કોંગ્રેસને મત આપવો એટલે તમારો મત કચરામાં નાંખવા બરાબર હશે. આવી બેબાક વાતો જાણવા ચાલો નિહાળીએ અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવી સાથેની ( ETV Bharat Exclusive ) વાતચીત.

કોંગ્રેસને

પ્રશ્ન કેજરીવાલજી ગુજરાતમાં આપ પ્રચાર માટે છેલ્લા ત્રણ મહિનાથી સતત ફરી રહ્યાં છો, શું લાગે છે ગુજરાતમાં અને આપની કેટલી બેઠકો આવશે?

જવાબ ગુજરાતના લોકોને અમે જે વાત કરી રહ્યાં છીએ તો વાત ખૂબ પસંદ આવી રહી છે. પહેલી વાર કોઈ પાર્ટી આવી છે કે જે કહી રહી છે મોંઘવારી દૂર કરીશું. જે પણ પગાર આવે છે તે મહિનાના અંત પહેલા 20- 25 તારીખે પુરો થઈ જાય છે. લોકો મોંઘવારીથી ખુબ પરેશાન છે. સમજણ નથી પડતી કે ઘર કેવી રીતે ચલાવીશું. અમે કહી રહ્યાં છીએ અમારી સરકાર આવશે તો સૌથી પહેલા 1 માર્ચથી તમારું વીજળીનું બિલ ઝીરો થઈ જશે. આ વાત લોકોને ખૂબ પસંદ આવી રહી છે. તેનાથી લોકોને સહારો મળશે. વીજળીના બિલના પૈસા બચી જશે. લોકોને વિશ્વાસ એટલા માટે છે કે અમે દિલ્હીમાં કરીને આવ્યા છીએ. દિલ્હીમાં અમે વીજળીનું બિલ ઝીરો કરી નાંખ્યું છે. પંજાબમાં અમે વીજળીનું બિલ ઝીરો કરી નાંખ્યું છે. તો લોકોને લાગે છે કે આ લોકો જ કરી શકશે. લોકોને આ વાતા ખૂબ ગમે છે કે દિલ્હીમાં અમે શાનદાર સ્કૂલ બનાવી છે. દિલ્હીના લોકો ખાનગી સ્કૂલોમાંથી ઉઠાડીને સરકારી શાળામાં મૂકી રહ્યા છે. અમે ગુજરાતમાં પણ શાનદાર સ્કૂલ બનાવીશું. તમારા બાળકોને સારામાં સારું શિક્ષણ આપીશું અને ફ્રીમાં શિક્ષણ આપીશું. લોકોને આ વાત ખૂબ ગમી રહી છે, આજ દિન સુધી કોઈપણ પાર્ટીએ આવી વાત કરી જ નથી. અમે તમારા માટે સારી હોસ્પિટલ બનાવીશું. મહોલ્લા ક્લિનિક બનાવીશું. તમારી સારવાર અમે ફ્રીમાં કરીશું. જેમ અમે દિલ્હીમાં કરી રહ્યાં છીએ. અમે તમારા બાળકને રોજગારી આપીશું. દિલ્હીમાં અમે 12 લાખ યુવાઓને રોજગારી આપવાની તૈયારી કરી છે. આવી અમે જે વાત કરીએ છીએ તેવી વાત કરતાં કોઈ રાજનેતાને સાંભળ્યાં નથી. આ બાબતનો એજન્ડા છે, લોકોને વિશ્વાસ છે કે અમે દિલ્હી અન પંજાબમાં કરીને આવ્યા છીએ.

પ્રશ્ન આપ ગુજરાતમાં ફરી રહ્યાં છો તે જોતા આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે? અને કોની સરકાર આવશે?
જવાબ આમ આદમીની સરકાર બનશે. પણ જનતા જનાર્દન છે, અમને લાગે છે કે અમારી સરકાર બનવા જઈ રહી છે.

પ્રશ્ન આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કયા સૌથી વધુ ફાયદો મળશે સૌરાષ્ટ્રમાં કે દક્ષિણ ગુજરાતમાં?
જવાબ ગુજરાતમાંથી અમને વોટ મળશે. એકલા સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી નહી, પણ ગુજરાત વોટ કરશે.

પ્રશ્ન ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની ડિમાન્ડ છે. આપનો શું વિચાર છે.
જવાબ પંજાબમાં અમે લાગુ કરી દીધું છે. કાલે જ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. કેબિનેટની બેઠક થઈ હતી અને તેમા સર્વાનુમતે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવાને મંજૂરી આપી દીધી છે. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કહેવા માંગુ છું કે અમારી સરકાર બન્યાના એક મહિનાની અંદર ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરી દેવામાં આવશે.

પ્રશ્ન પંજાબ અને ગુજરાતની ચૂંટણીમાં શું તફાવત છે?
જવાબ લોકોની સમસ્યા સરખી છે. તમે ગમે ત્યાં જાવ, મોંઘવારી, બેરોજગારી, એક આદમી શું ઈચ્છે છે કે મારા બાળકને સારું શિક્ષણ મળે. ઘરમાં કોઈ માંદુ હોય તો તેની સારવાર સારી રીતે થાય. મોંઘવારી બહુ વધી ગઈ છે તો તેનાથી રાહત મળી જાય. મારા બાળકોને સારી નોકરી મળી જાય, મકાન, રોટી મળી જાય, આવું જોઈએ છે. આ વાત માત્ર અમારી પાર્ટી કરે છે. બીજી પાર્ટીઓ મોટી મોટી વાતો કરે છે. આજ કાલ તમે જોતા હશો ભાજપે આને ગાળો આપી, કોંગ્રેસે તેને ગાળો આપી, એક આમ આદમી આ જોઈને વિચારે છે કે અરે યાર આમાં મારી તો કોઈ વાત જ કરતું નથી. વાદ વિવાદ, આરોપ પ્રત્યારોપ આવું બધું કરતાં અમને નથી આવડતું. અમને રાજનીતિ કરતા નથી આવડતું. અમે તો ખુલીને બોલી રહ્યા છીએ. તમારે રાજનીતિ કરવી છે તો તમે એમની પાસે જતા રહો. તમારે ગુંડાગર્દી કરવી છે તો તેમની પાસે જતા રહો. હું ભણેલોગણેલો વ્યક્તિ છું. એન્જિનિયર છું. સારી સ્કૂલ બનાવવી છે તો મારી પાસે આવી જાવ. હોસ્પિટલ બનાવી છે, તો મારી પાસે આવી જાવ. વીજળી ફ્રી લેવી છે તો મારી પાસે આવી જાવ.

પ્રશ્ન ઈશુદાન, આપણે કેટલાય વર્ષોથી સાંભળીએ છીએ કે ખેડૂતોની આવક અમે બમણી કરીશું. આવક વધી હશે, પણ સામે મોંઘવારી ખૂબ વધી છે, ખેડૂત ત્યાંનો ત્યાં છે. આ અંગે આપ શું કહેશો.
જવાબ 2017માં ભાજપે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરીશું. 2022 (Gujarat Assembly Election 2022 ) આવી છે. આવક બમણી થઈ નથી પણ જાવક બમણી થઈ ગઈ છે. 53 લાખ ખેડૂતો છે તેમને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. તેમને વીજળી અને પાણી નથી મળી રહ્યાં. ઉપરથી એવા કાયદા લગાવી દીધા છે કે ખેડૂત બહાર નીકળી શકતો નથી. બીજી તરફ 50 લાખ બેરોજગાર યુવાનો છે. કોઈપણ પરીક્ષા હોય તેના પેપર લીક થાય છે. એટલે હું યુવાઓને કહું છું કે ભાજપ પર વિશ્વાસ ન કરતાં. પેપર લીક કરવું, પેપરને કરોડો રૂપિયામાં વેચવું અને તે પૈસા ચૂંટણીમાં લગાવવા. આઉટસોર્સિંગ કર્મચારીઓ, વેપારીની શું હાલત કરી છે. આખું ગુજરાત ભાજપથી કંટાળી ગયું છે. 27 વર્ષથી ભાજપ છે અને વધુ પાંચ વર્ષ આપશો તો શું થશે. મોરબીમાં ઝૂલતો બ્રિજ વગર ટેન્ડરે રીપેર થયો અને 150 લોકોના જીવ ગયાં પણ સરકારે કોઈ જ પગલા ભર્યા નથી. અરવિંદ કેજરીવાલ એક જ એવા નેતા છે કે જે બોલે છે તે કરીને બતાવે છે. માટે એક મોકો કેજરીવાલને આપો.

પ્રશ્ન અરવિંદજી, એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડે છે. તો મારો સવાલ એ છે કે આમ આદમી પાર્ટીની પોતાની વોટબેંક કેટલી?
જવાબ હું તમારા ઈ ટીવી ભારતના માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે કોંગ્રેસને મત ન આપતા. કોંગ્રેસને મત આપવો એટલે તમારો મત ખરાબ કરવો. તમારા મતને કચરામાં ફેંકવા બરાબર છે. પહેલી વાત એ છે કે કોંગ્રેસ સરકાર નહી બનાવે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે. કોંગ્રેસના જે ધારાસભ્ય ચૂંટાઈને આવશે તે ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રસેને મત આપવો તે ભાજપને મત આપવો. જે લોકો કોંગ્રેસને વોટ આપતાં હતાં, તે લોકો આમ આદમી પાર્ટીને મત આપજો. થોડો ધક્કો મારી આપજો. હું તમને વિશ્વાસ સાથે કહું છું કે ભારે બહુમતી (Gujarat Assembly Election 2022 )સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનશે. સ્થિર સરકાર બનશે અને તમામ વાયદા પૂરા કરીશું.

પ્રશ્ન આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે તો સૌથી પહેલા કયું કામ કરશો?
જવાબ વીજળી ફ્રી કરીશું. એક માર્ચથી તમામ ગુજરાતીઓને વીજળી ફ્રી મળશે. જેમ કે પંજાબ અને દિલ્હીમાં મળી રહી છે.

પ્રશ્ન ઈ ટીવી ભારતના માધ્યમથી ગુજરાતના મતદારોને શું અપીલ કરશો.
અરવિંદ કેજરીવાલનો જવાબ ગુજરાત એક મોટા પરિવર્તન તરફ જઈ રહ્યું છે. કઈંક તો ગુજરાતમાં નવું થઈ રહ્યું છે. ગુજરાતમાં એક વાવાઝોડું ચાલી રહ્યું છે પરિવર્તનનું. કોઈ દિવ્ય શક્તિ કામ કરી રહી છે. આપ લોકો આ પરિવર્તનનો હિસ્સો બનો. પહેલા તમે કોંગ્રેસને મત આપતા હતાં. તમે કોંગ્રેસને મત ન આપશો. આમ આદમી પાર્ટીને મત આપજો. જો તમે ભાજપને મત આપો છો તો વિચાર કરજો કે 27 વર્ષ સુધી ભાજપને મત આપ્યો છે. એક વાર અમને તક આપી જૂઓ.
ઈસુદાન આપ શું અપીલ કરશો- બિલકુલ હું જ્યારે ટીવીમાં હતો ત્યારે મુદ્દાની પત્રકારિતા કરી છે. એક કોલમમાં ખેડૂતોના ન્યૂઝ છપાતાં ન હતાં. કર્મચારીઓના શોષણના ન્યૂઝ પણ આવતા ન હતાં. ભાજપને આપે જોઈ લીધા છે, આ લોકોને કેટલો અહંકાર આવી ગયો છે. સી આર પાટીલને 4000 યુનિટ વીજળી ફ્રી મળે છે, તો તેઓ છોડતા નથી. પણ આ બાજુ આમ આદમી પાર્ટી 300 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત કરે છે તો તેમને મુશ્કેલી પડે છે. ભાજપ અને કોંગ્રેસને મત આપતાં લોકોને અપીલ કરું છું કે આ વખતે એક મોકો આપી જૂઓ. એક વખત કેજરીવાલ અને ઈસુદાન ગઢવી પર વિશ્વાસ કરો. અમે તમારી પાસે પાંચ વર્ષ માંગીએ છીએ. કેજરીવાલ ઈન્કમટેક્સ ઓફિસર હતા અને હું ટીવી પર જર્નાલિસ્ટ હતો, ટીવી શો કરતો હતો. તમે બધા જાણો છો કે પૈસા કમાવા હતાં તો ત્યાં અમે કમાઈ લેત. અમે આ બધુ છોડીને આવ્યા છીએ. કારણ કે અમારાથી જનતાની પીડા જોઈ શકાતી નથી. એક મોકો કેજરીવાલને આપો. 27 વર્ષમાં ભાજપેે નથી કર્યું અને 32 વર્ષમાં કોંગ્રેસ નથી કર્યું તે બધુ જ અમે પાંચ વર્ષમાં કરીશું.

પ્રશ્ન ઈસુદાન રાજનીતિની બહાર હું તમને એક સવાલ પૂછીશ કે તમારા કેરિયરની શરૂઆત ઈ ટીવીથી થઈ છે. તમે ઈ ટીવીને ઈન્ટરવ્યૂ આપી રહ્યા છો. ઈ ટીવી પરિવાર ગર્વની લાગણી અનુભવે છે. રાજનીતિ સારી છે કે પત્રકારિતા સારી છે?
જવાબ ઈટીવીથી મે મારી કેરિયરની શરૂઆત કરી છે. ઈટીવીને ગર્વ છે અને તમને પણ ગર્વ છે કે ઈસુદાન તમારો સહકર્મી તમારી સાથે કામ કરતો હતો. ઈશ્વરે મને ખૂબ આપ્યું છે. મારી શક્તિ કરતાં ઈશ્વરે મને હજારગણું વધારે આપી દીધું છે. હું ભગવાન પાસે કશું માંગતો નથી. પણ હું એક જ પ્રાર્થના કરું છું કે હું કોઈનું સારુ જ કામ કરું, કોઈનું ખરાબ કામ ન કરું. હું ઈટીવીનો આભાર માનું છું કે મને તક આપી અને ટ્રેઈન કર્યો છે. મે જનતાનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે. ઈ ટીવીમાં રહીને પણ કેટલીક ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરી કરી છે. તમને તો ખબર જ છે કે ઈટીવીમાં કામ કરવાનું ફ્રીડમ છે. મારા કેરિયરની શરૂઆત ઈ ટીવીથી થઈ છે. મને સારું લાગે છે કે હું ઈ ટીવીને ઈન્ટરવ્યૂ આપી રહ્યો છુ. હું લોકનેતા બનીશ અને જનતાની સેવા કરીશ.

Last Updated :Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.