ETV Bharat / assembly-elections

અમિત શાહે કોડીનાર અને માળીયાની ચૂંટણી સભામાં નહેરુ અને ગાંધી પરિવારને શેના માટે જવાબદાર ઠેરવ્યાં જૂઓ

author img

By

Published : Nov 21, 2022, 7:31 PM IST

અમિત શાહે કોડીનાર અને માળીયાની ચૂંટણી સભામાં નહેરુ અને ગાંધી પરિવારને શેના માટે જવાબદાર ઠેરવ્યાં જૂઓ
અમિત શાહે કોડીનાર અને માળીયાની ચૂંટણી સભામાં નહેરુ અને ગાંધી પરિવારને શેના માટે જવાબદાર ઠેરવ્યાં જૂઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે ભાજપના પ્રચાર ( BJP Election Campaign ) માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કોડીનાર અને માળિયામાં ( Amit Shah in Kodinar ) ચૂંટણી સભા સંબોધવા આવ્યાં હતાં. તેમણે વિસ્તારનો પાછલા વર્ષોનો ઇતિહાસ વાગોળીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

ન્યૂઝ ડેસ્ક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ( Amit Shah in Kodinar ) આજે કોડીનાર અને માળિયા પંથકમાં ચૂંટણી સભા સંબોધવાને ( BJP Election Campaign ) લઈને આવ્યા હતાં. તેમણે પાછલા વર્ષનો ઇતિહાસ વાગોળીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. રામ મંદિરથી લઈને નર્મદા ડેમમાં રોડા નાખવા બદલ તેમને નહેરુ અને ગાંધી પરિવારને જવાબદાર ઠેરવ્યા હતાં અને ગુજરાતને બદનામ કરવા પાછળ કોંગ્રેસનો વંશવાદ અને સમગ્ર પાર્ટી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

પાછલા વર્ષોનો ઇતિહાસ વાગોળીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

સોરઠના ચૂંટણી પ્રવાસે ગૃહપ્રધાન અમિત શાહ અમિત શાહ ( Amit Shah in Kodinar ) કોડીનાર અને ત્યારબાદ માળિયા ખાતે ચૂંટણી સભામાં ઉપસ્થિત રહીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસની સાથે નહેરુ અને ગાંધી પરિવાર પર ખૂબ આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે ગુજરાતને તરસ્યું રાખવાની સાથે રામ મંદિર અને વારે તહેવારે ગુજરાતને કર્ફ્યુના સમયમાં મોકલવાનો આક્ષેપ પણ કર્યો હતો. કોંગ્રેસના શાસનમાં ગુજરાતનો દરિયાકાંઠો દાણચોરીનું હબ બની ગયું હતું પરંતુ ભાજપની સરકાર આવતા જ સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠો આજે વિકાસનો કોરિડોર ( BJP Election Campaign ) બની રહ્યો છે. વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં તમામ દાદાઓને નષ્ટ નાબૂદ કરવામાં આવ્યા છે કોઈ દાદાના દર્શન થાય છે તો હનુમાનજી દાદાના દર્શન થાય છે.

કોડીનાર સભામાં અમિત શાહે આલાપ્યો હિન્દુત્વનો રાગ કેન્દ્રીય ગૃહપ્રધાને ( Amit Shah in Kodinar ) માળીયા અને કોડીનારની ચૂંટણી સભામાં ( Gujarat Assembly Election 2022 ) ફરી એક વખત હિંદુત્વનો રાગ આલાપ્યો છે. કાશી વિશ્વનાથ કોરીડોરથી લઈને સુવર્ણ જડિત સોમનાથની સાથે પોરબંદરનો ગૌરવવંતો ઇતિહાસ આજે શક્યત બની રહ્યો છે આ તમામ સિધ્ધિઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના શાસનમાં ( BJP Election Campaign ) થઈ હોવાનો ઉલ્લેખ કરીને આગામી વિધાનસભા ચૂંટણીમાં મત માગ્યા હતા. આગામી પહેલી જાન્યુઆરી 2024 ના દિવસે ( Rammadir Date ) ભારત વર્ષની એકમાત્ર આશા સમાન રામ મંદિરનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

અમિત શાહે કેન્દ્રીય પગલાંના કર્યા વખાણ વધુમાં અમિત શાહે ( Amit Shah in Kodinar ) કાશ્મીર 370 કલમ અને આતંકવાદને લઈને મોદી સરકારે જે પગલાંઓ ઉઠાવ્યા છે તેને સિદ્ધિ ગણાવીને ભાજપના ઉમેદવારને ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) જીતાડવામાં મદદરૂપ બનવા અપીલ કરી છે. મેઘા પાટકર પર અમિત શાહ ( Amit Shah on Megha Patkar ) પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને રોકવા માટે મેઘા પાટકરે યોજનાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે ગુજરાતના લોકોએ કારમી પાણીની તંગીનો સહન કરવાનો સમય જોવો પડ્યો હતો. ત્યારે હવે મેઘા પાટકર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે નજદીકી બનાવી રહી છે જે ગુજરાતના હિતોને નુકસાન કરે છે. રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત લાવવાની જવાબદારી વડાપ્રધાન મોદીએ સુપેરે નિભાવી તે પણ યાદ( BJP Election Campaign ) કરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.