ETV Bharat / assembly-elections

રાજકોટમાં સ્ટેટ વિજિલન્સે નામચીન બુટલેગરને ઝડપી પાડ્યા બાદ મહિલાઓ વિફરી

author img

By

Published : Nov 30, 2022, 7:12 PM IST

રાજકોટમાં (Rajkot) ગઈકાલે રાત્રે પોલીસ (Police) અને બુટલેગરના (Bulletgar) પરિવારની મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોય તેવો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. જ્યાં બુટલેગરના પરિવારની મહિલાઓ પોલીસ પર હપ્તો લેવાનો આરોપ લગાવ્યો હતો. જોત જોતમાં પાલીસ સ્ટેશનમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

રાજકોટમાં સ્ટેટ વિજિલન્સે નામચીન બુટલેગરને ઝડપી પાડ્યા બાદ મહિલાઓ વિફરી
after-the-state-vigilance-nabbed-a-notorious-bootlegger-in-rajkot-women-went-wild

રાજકોટ: એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે બીજી તરફ રાજકોટમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ વિજિલન્સ દ્વારા બુટલેગરને ત્યાં દરોડો પાડવામાં આવ્યો(The bootlegger was raided there by state vigilance)હતો. જે દરમિયાન બુટલેગર હાર્દિક ઉર્ફ કવિની (Bulletgar hardik kavi) સ્ટેટ વિજિલન્સે ધરપકડ કરી હતી. કુખ્યાત બુટલેગરની ધરપકડ બાદ માલવીયા પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક મહિલાઓએ ભારે હંગામો મચાવ્યો(The local women created a huge uproar) હતો.

after-the-state-vigilance-nabbed-a-notorious-bootlegger-in-rajkot-women-went-wild

સ્ટેટ વિજિલન્સની મોડે રાત્રે કરી કાર્યવાહી: રાજકોટના ગોકુળધામ વિસ્તારમાં દેશી દારૂની બાર ધમધમતી હોવાનું સ્ટેટ વિજિલન્સને બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તેમજ કુખ્યાત બુટલેગર હાર્દિક સોલંકી ઉર્ફ હાર્દિક કવિની ધરપકડ કરી હતી. આ સાથે જ પાંચથી છ જેટલા લોકોને પણ સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બુટલેગરોના પરિવારો માલવીયા પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા અને ભારે હંગામા મચાવ્યો હતો. તેમજ સ્થાનિક પોલીસ પૈસા લેતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

સ્થાનિક પોલીસ પર પૈસા લેવાનો આક્ષેપ: વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂ વેચતો હતો. જેને લઇને સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે વિસ્તારમાં બુટલેગરની ધરપકડ કરવામાં આવતા તેના પરિવારજનો માલવયા પોલીસ સ્ટેશને એકઠા થયા હતા અને ભારે હંગામા મચાવ્યો હતો. તેમજ સ્ટેટ વિજિલન્સ પર અને સ્થાનિક પોલીસ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ વિસ્તારમાંથી 200 લીટર દેશી દારૂ અને 3 હજાર લીટર આથો, મોબાઈલ સહિતનો મુદ્દે માલ કબજે કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા બદલ તેની ધરપકડ: ગોકુલધામ ક્વાર્ટરમાં નામચીન બૂટલેગર હાર્દિક સરાજાહેર દારૂ બનાવતો અને વેચતો હોવાની માહિતી મળતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ હાર્દિકના અડ્ડા પર ત્રાટિકી હતી. આ ટીમે સ્થળ પરથી 200 લિટર દારૂ અને 3 હજાર લિટર જેટલો આથો જથ્થો જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે સ્ટેટ વિજિલેન્સની રેડ બાદ સ્થાનિક પોલીસ પણ ખાનગી રીતે સક્રિય બની હતી. આ અગાઉ પણ વિદેશી દારૂનો વેપલો કરવા તેમજ દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.