Surat News : વાહનચાલકે કાબૂ ગુમાવતાં ગટરમાં બાઇક પડી , લોકોનો તંત્રને સવાલ ખુલ્લી ગટર બંધ કરશો?

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 3:44 PM IST

thumbnail

સુરત : ઓલપાડ તાલુકાના કીમ ગામના રેલવે ફાટક નજીક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ખુલ્લી ગટરમાં ખાબકી હતી. મોડી રાત્રે બે યુવકો બાઈક લઈને કીમ ચારરસ્તાથી કીમ ગામ તરફ આવી રહ્યા હતાં. તે દરમિયાન પોતાની બાઈક પૂરઝડપે ચલાવતા બાઈક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક ઊંડી ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ હતી. બાઈક ખાબકી હોવાનો અવાજ સાંભળી આજુબાજુમાં પસાર થઈ રહેલ સ્થાનિક યુવકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતાં અને બંન્ને યુવકોને ગટરમાંથી બહાર કાઢ્યા હતા. ગટરનુ પાણી બન્ને યુવકોના મોઢામાં ઘુસી જતા તેઓ ઉલ્ટી કરવા લાગ્યા હતાં.બંનેને સામાન્ય એવી નાની મોટી ઈજાઓ થઈ હતી. જેથી તાત્કાલિક હાજર લોકોએ બન્ને યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતાં. સદનસીબે સ્થાનિકો યુવકો તાત્કાલિક સ્થળ પર પહોંચી જતા બન્નેનો આબાદ બચાવ થયો હતો. ત્યારે તંત્ર વહેલી તકે આ ખુલ્લી ગટર બંધ કરે એ હાલ જરૂરી બન્યું છે. ઘટના સમયે હાજર યુવક સંજયભાઈએ જણાવ્યું હતું કે અમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન કઈક ગટરમાં પડ્યું હોવાનો અવાજ આવતાં અમે તુરત ઊભા રહી ગયાં. ગટરમાં નજર કરતા બે યુવકો નજરે ચડ્યા હતા. અન્ય યુવકોની મદદથી બન્નેને બહાર કાઢ્યા હતાં અને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતાં.

  1. Surat News: માંડવીના ખંજરોલી ગામે ગટર સાફ કરતા 2 મજૂરો ગૂંગળાયા
  2. Surat News: ઓલપાડમાં ગમખ્વાર અકસ્માત, 2 બાઈક સવારના ઘટનાસ્થળે મોત

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.