ETV Bharat / state

Surat News: માંડવીના ખંજરોલી ગામે ગટર સાફ કરતા 2 મજૂરો ગૂંગળાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2024, 2:53 PM IST

માંડવી તાલુકાના ખજરોલી ગામે આવેલ તાપી શુદ્ધિકરણ યોજના હેઠળ ગટર લાઈનની સાફ-સફાઈ કરવા 4 મજૂરો આવ્યા હતા. જેમાંથી 2 મજૂરો ગટરમાં ઉતર્યા હતા. ગટરમાં ઉતરેલા 2 મજૂરો ગૂંગળાતા ચકચાર મચી ગઈ હતી. જો કે કોન્ટ્રાક્ટરની સમય સૂચકતાથી બંને મજૂરોના જીવ બચી ગયા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Mandvi Tapi Shuddhikaran 2 Laborer Breathless

માંડવીના ખંજરોલી ગામે ગટર સાફ કરતા 2 મજૂરો ગૂંગળાયા
માંડવીના ખંજરોલી ગામે ગટર સાફ કરતા 2 મજૂરો ગૂંગળાયા

કોન્ટ્રાક્ટરની સમય સૂચકતાથી બંને મજૂરોના જીવ બચી ગયા

સુરતઃ તાપી શુદ્ધિકરણ યોજના અંતર્ગત માંડવીના ખંજરોલીમાં ગટરની સાફ સફાઈ ચાલતી હતી. ગટરની સફાઈ માટે કુલ 4 મજૂર આવ્યા હતા. જેમાંથી 2 મજૂરો ગટરમાં ઉતર્યા હતા. આ બંને મજૂરો ગૂંગળાયા હતા. જો કે કોન્ટ્રાક્ટરની સમય સૂચકતા વાપરી જાતે ગટરમાં ઉતરીને ગૂંગળાયેલા બંને મજૂરોને મહામહેનતે બહાર કાઢ્યા હતા.

સમગ્ર ઘટનાક્રમઃ ખંજરોલી ગામે તાપી શુદ્ધિકરણ યોજના અંતર્ગત ગટર લાઈનની સાફ સફાઈ માટે મૂળ ઘલા ગામના રહેવાસી રણછોડ રાઠોડ, તેમના પિતા છના રાઠોડ, મુકેશ રાઠોડ અને દીપક રાઠોડને કોન્ટ્રાક્ટર ઉત્સવે હાયર કર્યા હતા. આ ચારેય મજૂરો છોટાહાથી ટેમ્પોમાં બેસી ખંજરોલી પહોંચ્યા હતા. જ્યાં ગટર લાઈનની એક તરફ રણછોડ રાઠોડ, દીપક રાઠોડ તથા કોન્ટ્રાક્ટર ઉત્સવ ગયા હતા. જ્યારે બીજી તરફ મુકેશ રાઠોડ ગટરનું ઢાંકણું ખોલી અંદર ઉતર્યો હતો. મુકેશ રાઠોડે થોડી વારમાં જ ગભરામણને લીધે બૂમાબૂમ કરી મુકી. આ બૂમાબૂમ સાંભળીને છના રાઠોડ મુકેશને બચાવવા ગટરમાં ઉતર્યા હતા. જો કે છના રાઠોડનો પણ જીવ ગૂંગળાયો હતો. બંને જણા બૂમાબૂમ કરતા કોન્ટ્રાક્ટર તથા અન્ય મજૂરો દોડી આવ્યા હતા. કોન્ટ્રાકટર ઉત્સવે સમય સૂચકતા વાપરીને ગટરમાં ઉતરી ગયા હતા. કોન્ટ્રાક્ટરે મહામહેનતે બંને મજૂરોને બહાર કાઢ્યા હતા.

1ની સ્થિતિ વધુ ગંભીરઃ ગટરમાંથી ગૂંગળાયેલ મજૂરોને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે માંડવી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં મુકેશ રાઠોડ ભાનમાં આવતા તેને માંડવી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. જ્યારે છના રાઠોડની સ્થિતિ વધુ ગંભીર હતી તેઓ ભાનમાં ન આવતા તેને પ્રથમ બારડોલીની સરદાર હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની પી.પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જે પૈકી મુકેશભાઈ રાઠોડને માંડવી હોસ્પિટલમાં સારવાર મળતા ભાનમાં આવતા રજા આપી દેવામાં આવી હતી. જયારે છનાભાઈ રાઠોડ બેભાન અવસ્થામાં રહેતા બારડોલી સરદારમાં દાખલ કરાયા હતા ત્યાંથી વધુ સારવાર છે. પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માંડવી પોલીસે આ ઘટના સંદર્ભે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. ગટરમાં ઉતરીને સફાઈ કરતા 2 શ્રમિકોના શ્વાસ રૂંધાયા હતા. બન્નેને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે...ચંદ્રદીપભાઈ(હેડ કોન્સ્ટેબલ, માંડવી પોલીસ સ્ટેશન, સુરત)

  1. ભૂગર્ભ ગટરની પાઇપલાઇનને લઈને જુનાગઢમાં શાસક અને વિપક્ષ જોવા મળ્યા સામસામે
  2. ભુજના નરનારાયણનગર વિસ્તારમાં ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.