PM Modi In Gujarat: PM મોદી સ્ટેડિયમમાં હાજર, અમુલ ફેડરેશનના 50 વર્ષની ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 11:01 AM IST

Updated : Feb 22, 2024, 11:47 AM IST

thumbnail

વડાપ્રધાન મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. PM મોદી અમદાવાદ એરપોર્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ચૂક્યા છે. આજના આ પ્રવાસ દરમિયાન PM મોદી અમદાવાદ, મહેસાણા અને નવસારી ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 24 તેમજ 25ના રોજ ફરી ગુજરાત આવશે. આ દરમ્યાન વડાપ્રધાન રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરશે. તેમજ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કરશે.  રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ખેડૂતો વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. નવસારીમાં જાહેર જનતાને સંબોધન કરી સાંજે 6:15 વાગ્યે કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે. PM MITRA પાર્કની સ્થાપનાનો હેતુ ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. ત્યાંથી સુરત એરપોર્ટથી વારાણસી જવા રવાના થશે. 

Last Updated : Feb 22, 2024, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.