જૂનાગઢના દંપતિએ મતદાન કરીને 44મી મેરેજ એનિવર્સરી ઉજવી, 7મે 1980ના રોજ થયા હતા લગ્ન - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 3:00 PM IST

thumbnail
જૂનાગઢના દંપતિએ મતદાન કરીને 44મી મેરેજ એનિવર્સરી ઉજવી (Etv Bharat Gujarat)

જૂનાગઢઃ લોકશાહીનું મહાપર્વ આજે ઉજવાઈ રહ્યું છે. મતદારો પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરીને ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. જેમાં જૂનાગઢનું એક વૃદ્ધ દંપતિ ખાસ છે. આ દંપતિએ મતદાન કર્યા બાદ 44મી મેરેજ એનિવર્સરી ઉજવવાનું નક્કી કર્યુ હતું. તેમણે પહેલા મતદાન કર્યુ અને મતદાતાઓને મતદાનની અપીલ પણ કરી હતી. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના જીવનમાં લગ્ન તિથિ ખૂબ જ મહત્વની હોય છે ત્યારે આ વર્ષે વસાવડા દંપતિની લગ્ન તિથિ એકદમ ખાસ બની રહી છે. જૂનાગઢના જગદીશભાઈ વસાવડાના લગ્ન 7 મે 1980ના દિવસે મીનાક્ષીબેન સાથે થયા હતા. આજે લગ્નજીવનની 44મી વર્ષગાંઠ છે અને મતદાનનો દિવસ પણ છે. જગદીશભાઈ વસાવડાએ Etv Bharatને જણાવ્યું હતું કે, આ પ્રકારનો પ્રસંગ તેમના જીવનમાં આવશે તેવી કલ્પના પણ કરી ન હતી. આજે તેમના લગ્ન જીવનની 44મી વર્ષગાંઠ છે સાથે સાથે સમગ્ર દેશ લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યું છે. આ પ્રસંગ તેમના લગ્ન જીવનને વધુ રોચક અને આનંદમય બનાવી રહ્યો છે. આજે અમે પતિ-પત્નીએ સાથે મત આપીને ન માત્ર લગ્નજીવનની વર્ષગાંઠની ઉજવણી કરી છે પરંતુ લોકશાહીનું આ મહાપર્વ મત આપીને સાચા અર્થમાં ઉજવ્યું છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.