Loksabha Election 2024: Amit Shah Campaign starts from Ahmedabad Sanand - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 18, 2024, 10:55 AM IST

Updated : Apr 18, 2024, 11:23 AM IST

thumbnail

   અમદાવાદ: ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભામાં રેલી યોજશે. આજે સવારે સાણંદ અને કલોલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાણંદ APMC સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અમિત શાહના રેલીમાં જોડાવા માટે ઊમટી પડ્યા છે. પિતાના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ સાણદ પહોંચ્યા છે. રેલી શરૂ થાય એ પહેલા જય શાહ 500 મીટર જેટલા રૂટ ઉપર ફરી નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. કમળના મોટા કટ-આઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો છે. ભાજપના કાર્યકરો કેસરી ઝભ્ભો પહેરી આવ્યા છે. થોડીવારમાં અમિત શાહ રેલી શરૂ થવાની છે એ સ્થળે પહોંચશે.Conclusion:

Last Updated : Apr 18, 2024, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.