પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું જંગી બહુમતીથી જીતાડી લોકો દિલ્હી મોકલશે - lok sabha election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 18, 2024, 10:24 PM IST

thumbnail

પાટણઃ પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આજે વિજય સંકલ્પ રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે સવારે પોતાના નિવાસ્થાનેથી ચંદનજીએ કુળદેવીના દર્શન કરી શુભ સવારની શરૂઆત કરી હતી અને ત્યારબાદ પંચમુખી હનુમાન મંદિર અઘોરી બાવાના અખાડાની ગુરુગાદી તેમજ નગરદેવી શ્રી કાલિકા માતાના દર્શન કરી રંગીલા હનુમાન ખાતેથી વિશાળ જન આશીર્વાદ રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ટેકેદારો અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. ખુલ્લી જીપમા ચંદનજીએ લોકોનું અભિવાદન કર્યું હતું, તો રેલીના માર્ગમાં આવતી મહાનુભાવોની પ્રતિમાઓને માલ્યાર્પણ કરતા-કરતા તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ 12:39ના વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.