Maha Shivratri 2024: મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત ટ્રેક્ટરમાં નીકળશે સાધુ સંતોની શાહી રવેડી

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 7:46 PM IST

thumbnail

જુનાગઢ: આજે મહાશિવરાત્રીનું મહાપર્વ છે, ત્યારે ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત ઐતિહાસિક ઘટના ઘટવા જઈ રહી છે. મોડી સાંજે નાગા સંન્યાસીઓ અને આ ભવનાથના મહામંડલેશ્વરની જે શાહી રવેડી નીકળે છે. તેમાં પ્રથમ વખત ખેડૂતના સાધન તરીકે ટ્રેક્ટરને સામેલ કરવામાં આવ્યું છે. અંદાજિત 50 કરતાં વધુ ટ્રેક્ટર અને ભગવા કપડાથી સુશોભિત કરાયા છે. જેમાં ભવનાથ મહામંડલેશ્વરની સાથે ભવનાથ પરીક્ષ ક્ષેત્રના સંતો મહંતો પીઠાધીશ્વર અને અખાડાઓના ખાનાપતિ ટ્રેક્ટર માં તૈયાર કરેલી રવેડીમાં બિરાજમાન થઈને રાત્રે મહાદેવની વિવાહ પ્રસંગે નાગા સંન્યાસીઓની રવેડી નીકળે છે, તેમાં સામેલ થઈને મહાદેવના આ પર્વમાં પ્રથમ વખત સાધુ સંતોએ ખેડૂતોને પણ પ્રાધાન્ય આપ્યું છે. સંતોનો આ પ્રયાસ ખૂબ જ આવકારદાયક માનવામાં આવી રહ્યો છે. આજે પ્રથમ વખત રવેડી ટ્રેક્ટરોમાં બિરાજમાન થયેલા સાધુ સંતોથી ઐતિહાસિક બનવા પણ જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.