કચ્છી કોયલ ગીતાબેન રબારીએ કર્યું મતદાન, ઉજ્જવળ ભવિષ્ય માટે એક-એક મત કિંમતી ગણાવ્યો - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 3:44 PM IST

thumbnail
કચ્છી કોયલ ગીતાબેન રબારીએ કર્યું મતદાન (ETV Bharat Desk)

કચ્છ : લોકસભા ચૂંટણી 2024 માટે કચ્છ લોકસભા બેઠકના વિવિધ મતદાન મથકો પર વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે કચ્છી કોયલ ગીતાબેન રબારીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકગાયિકા ગીતાબેન રબારીએ પોતાના ગામ ટપ્પરના મતદાન મથકે મતદાન કર્યું હતું. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નૈતિક ફરજ બજાવે તે માટે અપીલ કરતા ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું અનિવાર્ય છે અને ભારતના ઉજ્જવલ ભવિષ્ય માટે એક-એક મત કિંમતી છે, માટે લોકો સમય કાઢીને મતદાન કરવા જાય તે માટે અપીલ કરું છું. નોંધનીય છે કે, કચ્છ લોકસભા બેઠક પર સવારે 11 વાગ્યા સુધીમાં 23.22 ટકા જેટલું મતદાન થયું છે.

  1. કચ્છ લોકસભા બેઠક માટે વહેલી સવારથી સંતો મતદાનની પવિત્ર ફરજ નિભાવવા પહોંચ્યા મતદાન મથકે 
  2. ભાવનગરમાં મોરારી બાપુએ મતદાન સાથે આપ્યો જનતાને સંદેશ - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.