Surat Accident: રાજ હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 9:17 AM IST

thumbnail

સુરત: નવી પારડી રાજ હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જીવલેણ અકસ્માત ઝોન સ્વરૂપ બ્લેક સ્પોટ સાબિત થઈ રહેલા ઘલા પાટિયાથી રાજ હોટલ વાળા રોડ પર વધુ એક આશાસ્પદ યુવકે અકસ્માતમાં ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. કામરેજના ઘલા ખાતેના મંદિર ફળિયામાં રહેતા કાંતિભાઈ દલપતભાઈ પટેલ પત્ની સહિત બે પુત્રો સાથે વસવાટ કરી જીઆઈડીસીમા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે પુત્રો તેજસ અને કરણ પૈકી કરણ નવીપારડી ખાતેની સુમુલ ડેરીના પ્લાન્ટમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરતો હતો. કરણ બાઈક લઈને ઘરેથી નવીપારડી નોકરી જવા નીકળ્યો હતો. ત્યારે રાજ હોટેલ તરફથી આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે કરણની બાઈકને અડફેટે લેતાં કરણ લોહી લુહાણ હાલતમાં રોડ પર પટકાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર આવેલી 108ના ડોકટરે કરણને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.

કામરેજ પોલીસ મથકના પીએસઆઈ એ જે દેસાઈએ જણાવ્યું હતું કે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. બનેલ બનાવને પગલે અમારી ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.