ETV Bharat / state

સુરતમાં કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો, ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો - UNSEASONAL RAIN WITH HEAVY WIND

author img

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 8:05 AM IST

ભારે પવન અને વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ હતી. સુરત જિલ્લાના મુખ્યત્વે ઓલપાડ તાલુકામાં કુદરત કોપાયમાન થઈ કહેર વર્તાવ્યો હોય તે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા હતા. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો. ડાંગર, શાકભાજી સહિતના ખેતીપાકોને કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયું છે. unseasonal rain

ખેતીપાકોમાં કમોસમી વરસાદના કારણે નુકશાન
ખેતીપાકોમાં કમોસમી વરસાદના કારણે નુકશાન (Etv Bharat Gujarat)

સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન (ETV Bharat Gujarat)

સુરત: ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જના કારણે હવે શિયાળ અને ઉનાળાની ઋતુમાં પણ વરસાદ વરસતો જોવા મળે છે. એક તરફ દિવસ દરમ્યાન લોકો ભારે ગરમી અને બફારો વેઠી રહ્યાં હતાં. ત્યારે એકાએક મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. આમ તો ખેડૂતો દ્વારા વરસાદથી બચવા માટેની સગવડો કરવામાં આવી હતી. વરસાદથી ખેતીપાક ડાંગરને બચાવવા તાડપત્રી દ્વારા ઢાંકી દેવામાં આવી હતી. પરંતુ ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે તાડપત્રી હવામાં ઉડી ગઈ હતી. તેમજ ધોધમાર વરસાદના કારણે ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ચૂક્યા હતાં. મુખ્યત્વે ખેડૂતોએ ડાંગરના પાકની કાપણી કરી, પાકને ખેતરમાં સૂકવવા મુક્યો હતો. તો ઘણા ખેડૂતો દ્વારા પાકને બોરીમાં ભરી ખેતરમાં એકઠો કર્યો હતો. જોકે કુદરતના કહેર આગળ દરેક વસ્તુ વામણું પુરવાર થતું હોય છે તેમજ સમગ્ર ઓલપાડ તાલુકાના વિસ્તારમાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે.

પાકને નુકસાન
પાકને નુકસાન (ETV Bharat Gujarat)

ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયા: એક તરફ ખેડૂતો પોતાને ખેતિપાકના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની ફરિયાદો અવાર નવાર કરતા રહે છે. બિયારણ, ખાતર, ડીઝલ, વાહતુંક, મજૂરીનો ખર્ચ હેક્ટર દીઠ વધી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેતીપાકને નુકસાન થઈ જ રહ્યું છે. પરંતુ ફરીથી ખેતરમાં સાફસફાઇ વાહતુંકના વધારાનો ખર્ચનો બોઝો પણ વધી રહ્યું છે. ખેડૂતો દિવસેને દિવસે દેવાના ડુંગર નીચે દબાતો જઈ રહ્યો હોય તેમ નિરાશા સાથે જણાવી રહ્યા છે.

સરકાર નુકસાનની સહાય કરે તેવી ખેડૂતોની માંગ: એક તરફ ચાલુ વર્ષે ઓલપાડ તાલુકામાં ડાંગરનું રેકોર્ટ બ્રેક વાવેતર થયું હતું. ખેડૂતોને સારા ભાવ મળવાની આશાઓ હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઓલપાડના મુખ્યત્વે નધોઇ, હથિશા, કળભી, સૌંદલખારા, કુભારી સહિતના અનેક ગામોમાં હજરો હેક્ટરમાં થયેલો ડાંગરનો પાક નુકસાની માં મુકાય ચૂક્યો છે. ત્યારે ખેડૂતો,વહેલી તકે સરકાર નુકશાની સર્વે કરાવે અને સહાય ચૂકવે. તેવી માંગ કરી રહ્યા છે. જોકે બીજી તરફ ખેડૂતો એ પણ જણાવી રહ્યા છે કે નુકસાનીથી દેખાતા ખેતરો જ્યારે ખેડૂતો દ્વારા સાફસફાઇ કરી દેવામા આવે છે ત્યારે સરકાર દ્વારા સહાય અંગેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવે છે. એટલે સાચો સર્વે અને સરકારને નુકસાનીનો ખરો અંદાજ આવી શકતો નથી. એટલે ખેડુતો જેમ બને તમે જલ્દી નુકશાની સર્વે કરવાની પણ માંગ કરી રહ્યા છે. તેમજ સુરત જિલ્લા સહકારી નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનતી પત્ર લખ્યો હતો. અને તેઓએ સરકાર ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને આર્થિક સહાય કરે તેવી માંગ કરી હતી.

વિભાગ અધિકારીને અપીલ: ન માત્ર ઓલપાડ તાલુકો પરંતુ સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી, માંગરોળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસયો હતો. જેના કારણે શાકભાજી, કઠોળ, કેરી સહિત સીઝનલ ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. ત્યારે આજ નુકસાની માટે સહકારી ખેડૂત આગેવાનો સરકારનું ધ્યાન દોરી ખેડૂતોને નુકસાની સર્વે વળતર ચુકવણીની કામગીરી ઝડપી કરવા અનુરોધ કરાયો છે. ઓલપાડ તાલુકા મદદનીશ ખેતી નિયામક વિસ્તરણ પેટા વિભાગ અધિકારી શૈલેષ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને કરેલ નુકશાનને ખેડૂતો તરફથી ફરીયાદો મળી છે. સરકાર જે પ્રમાણે આદેશ કરશે એ પ્રમાણે ઝડપથી કામગીરી કરવામાં આવશે

  1. રાજકોટમાં હોર્ડિંગ્સ કેટલા જોખમી અને તંત્રએ આ દિશામાં કયાં પગલાં ભર્યા છે ? જાણો ETV BHARATના રિયાલિટી ચેકમાં - Rajkot Hoardings Issue
  2. ભાવનગર મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી, રજવાડા સમયની ડ્રેનેજ સિસ્ટમ ફરી શરૂ થશે, ખર્ચ 50 ટકા ઘટશે - Bhavnagar Pre monsoon work
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.