હીટ વેવની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વરસાદથી ખેડૂતોમાં ચિંતા - Weather forecast Gujarat

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 26, 2024, 11:38 AM IST

હીટ વેવની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વરસાદથી ખેડૂતોમાં ચિંતા
હીટ વેવની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વરસાદથી ખેડૂતોમાં ચિંતા ()

કાળઝાળ ગરમી અને ગરમીની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અનેક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે જેનાથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.

અનેક જગ્યાએ વરસાદ

સુરત: એક બાજુ હવામાન ખાતાએ ભીષણ ગરમીની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતિત થયા છે. માવઠાની અસરથી કેરીના પાકને નુકસાન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી તાપી અને ડાંગ જિલ્લામાં અચાનક જ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહ્યો છે.

42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વચ્ચે વરસાદ : હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આવનાર પાંચ દિવસમાં હીટ વેવ સાથે 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. પરંતુ આ વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે. છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી લોકો છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભીષણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા હતા. પરંતુ સુરત શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરના વેસુ ભટાર પાલ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં ભારે ચિંતા : માત્ર સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લા આમ તો કેરીના પાક માટે ઓળખાય છે પરંતુ આ માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થઈ શકે એવી ભીતિ હાલ ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ સાથે નવસારીના વાંસદા સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ચીકુ અને કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે. સાથે તાપી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં અચાનક જ આવેલા બદલાવના કારણે ખેડૂતો ચિંતિત છે.

  1. આજથી ગરમીમાં આંશિક ઘટાડો થશે, જો કે પ્રખર ગરમીના વધુ એક રાઉન્ડની શક્યતા પ્રબળ - Summer 2024
  2. કમોસમી વરસાદની આગાહીથી કેરી પકવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતાતૂર, 85000 હેક્ટરમાં ફેલાયેલા કેરીના બગીચાને થશે અસર - Surat South Gujarat Mango Farms
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.