ETV Bharat / state

વડોદરાની હવેલીના મુખિયાજીનો પુત્ર વૃંદાવન આશ્રમથી મળી આવ્યો, એલસીબી જવાનોની મહેનત લેખે લાગી - Vadodara Crime

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 26, 2024, 3:41 PM IST

વડોદરાની હવેલીના મુખિયાજીનો પુત્ર વૃંદાવન આશ્રમથી મળી આવ્યો, એલસીબી જવાનોની મહેનત લેખે લાગી
વડોદરાની હવેલીના મુખિયાજીનો પુત્ર વૃંદાવન આશ્રમથી મળી આવ્યો, એલસીબી જવાનોની મહેનત લેખે લાગી

વડોદરાની હવેલીના મુખિયાજીનો પુત્ર વૃંદાવન આશ્રમથી મળી આવ્યો છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ હવેલીના મુખિયાજીનો સગીર પુત્ર છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલ હતો. જેને લઇને સમગ્ર પરિવારના સભ્યો ભારે ચિંતત હતા.

વડોદરા : હવેલીના મુખિયાજીનો સગીર પુત્રને શોધી કાઢવામાં વડોદરા એલસીબી 2ના જવાનોને સફળતા મળી હતી. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ હવેલીના મુખિયાજીનો પુત્ર છેલ્લા 7 દિવસથી લાપતા હતો.પરંતુ પોલીસની સરાહનીય કામગીરીના કારણે સગીરને વૃંદાવન આશ્રમથી પકડી પાડયો હતો.આ કાર્યમાં વડોદરા ઝોન એલસીબી – 2 ના જવાનોને સફળતા મળી છે. જાણવા મળતી માહિતી મુજબ હાલ મુખિયાજીના પુત્રને પરત લાવવા માટે વડોદરા પોલીસ અને પરિજનો રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેટલાક દિવસોથી ગુમ હતો સગીર
કેટલાક દિવસોથી ગુમ હતો સગીર

પિતા તરીકેનું આક્રંદ : મુખિયાજીએ પિતા તરીકેનું આક્રંદ મીડિયા સમક્ષ ઠાલવ્યું હતું. વડોદરાથી વૃંદાવન સુધીનું અંતર અંદાજીત 954 કિમી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરોજ પિતાનો સબરનો બંધ તૂટ્યો હતો. વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલી હવેલીના મુખિયાજી જગદીશ જોશીનો પુત્ર અચાનક લાપતા થતા અકોટા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પણ અનેક દિવસો વીતી જતા ગતરોજ પિતાનો સબરનો બંધ તુટ્યો હતો અને તેમણે મીડિયા સમક્ષ હાથ જોડીને ઠાકોરજીનો વિનંતી કરી હતી અને પુત્રને પરત લાવવા માટે આંસુ સારતા હાથ જોડીને પ્રાર્થના કરી હતી.

પરિજનોમાં હર્ષની લાગણી : મુખિયાજીએ પિતા તરીકેનો આક્રંદ મીડિયા સમક્ષ ઠાલવ્યાની ઘટનાના 24 કલાક નથી વિત્યા ત્યાં તો હવેલીના મુખિયાજીનો પુત્ર વૃંદાવન આશ્રમમાંથી શોધી કાઢવામાં આવ્યો છે. વડોદરા ઝોન એસલીબીની ટીમ દ્વારા અકોટા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો ગુનો ઉકેલી કાઢવામાં આવ્યો છે. જેને લઇને પરિજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ વડોદરા પોલીસ દ્વારા અપહ્યતને શોધી કાઢવા માટે કરવામાં આવેલા પ્રયાસોનું સુખદ ફળ સામે આવ્યું છે. પોલીસની કામગીરીને લઇને સ્થાનિકો અને મુખિયાજીના પરિજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી હતી.

પરત લવાયા બાદ વધુ વિગતો પ્રાપ્ત થશે : ગતરોજ મુખિયાજી, તેમના પત્ની અને તેમની પુત્રી દ્વારા મીડિયા સમક્ષ લાગણીસભર અપીલ કરવામાં આવી હતી. જે બાદ આજે વડોદરા પોલીસ દ્વારા લાપતા સગીરને શોધી કાઢવામાં આવ્યો છે. આજે પરિવારજનો અને પોલીસ જવાનો અપહ્યતને પરત લાવવા માટે રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરત આવ્યા બાદ પોલીસ વઘુ વિગતો પ્રાપ્ત કરશે.

  1. ગુમ પુત્રને શોધવા આસામના નારાયણપુરની શેરીઓમાં ભટકતો ગુજરાતનો એક મજબુર પિતા - Missing Boy Of Gujarat
  2. મહારાષ્ટ્રનો 22 વર્ષીય યુવક અમેરિકામાં ગૂમ,જે કંપનીએ પ્લેસમેન્ટ આપ્યું તેણે પણ અધ્ધર હાથ કર્યા - Young Man Missing From America
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.