ETV Bharat / state

વડોદરામાં સોની પરિવારની સામુહિક આત્મહત્યાથી ચકચાર મચી ગઈ, શેરડીના રસમાં ઝેર ઘોળ્યું - Vadodara Crime News

author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 6:17 PM IST

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આર્થિક ભીંસમાં આવીને સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ પરિવારના સસરા, પુત્રવધૂનાં મૃત્યુ થયા છે જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Vadodara Crime News Mass Suicide Sugarcane Juice Poison 2 Person Died 2 in Critical Situation

વડોદરામાં સોની પરિવારની સામુહિક આત્મહત્યા
વડોદરામાં સોની પરિવારની સામુહિક આત્મહત્યા (Etv Bharat Gujarat)

વડોદરામાં સોની પરિવારની સામુહિક આત્મહત્યા (Etv Bharat Gujarat)

વડોદરાઃ તરસાલી વિસ્તારમાં રહેતા એક સોની પરિવારે શેરડીના રસમાં ઝેર ભેળવીને સામુહિક આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં સસરા અને પુત્રવધૂનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પિતા-પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખુલ્યું છે. હવે શેરડીના રસમાં ઝેર કોણે ભેળવ્યું એ રહસ્ય ઘેરાયું છે. મૃતક સસરા અને પુત્રવધૂના પરિવારના મોભીએ પોલીસ જાણ બહાર અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા.

પોલીસ ચોંકી ઉઠીઃ જ્યારે પોલીસ પરિવારના મોભી ચેતનભાઈની પૂછપરછ કરી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત ગંભીર છે. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુકાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યાહતા. જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

રાત્રે આ ઘટના બની હશે. સવારે મારા બનેવીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમના મિત્રનો ફોન આવ્યો હતો કે તમારી બહેન, તેના સસરા અને તમારા ભાણિયાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેમાં સસરાનું મોત થઈ ગયું છે તો તેની બોડી ખસેડવાનું કહ્યું છે. પહેલા અમને શેરડીનો રસ પીધો હોવાથી ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોવાની વાત કરી હતી. આ તો ડોક્ટરની તપાસનો વિષય છે. ચેતનભાઈ મારા બનેવી થાય, તેઓ સાથે ક્યારેય નાણાંને લઈ વાત થઈ નથી. તેમને દેવું હોય એવું તેમણે ક્યારેય કહ્યું નથી. મારા ભાણિયાની સ્થિતિ પણ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. અત્યારે બંને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે...મનોજકુમાર સોની(મૃતકના ભાઈ, વડોદરા)

પૂર્વ વિપક્ષી નેતાએ હોસ્પિટલ પહોંચ્યાઃ ચંદ્રકાંત શ્રી ભથ્થું જ્યારે હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે સયાજી હોસ્પિટલની બેદરકારી જોઈને અકળાયા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સર સયાજીરાવ ગાયકવાડના સમયની હોસ્પિટલ છે. અહીં અન્ય રાજ્યમાંથી સારવાર માટે દર્દીઓને લઈને આવતા હોય છે પરંતુ અહીં આપ જોઈ શકો છો કે દર્દીઓને કે ડોક્ટરોને પૂરતી સગવડ ન મળવાને કારણે કેટલીક વાર દર્દીઓને પોતાનો વ્યક્તિને ખોઈ બેસવાનો વારો આવે છે. સમયસર ટ્રીટમેન્ટ નથી મળતી તેમ જ દર્દીઓને લઈને આવનાર સગા સંબંધીઓને બેસવા માટેની પણ પૂરતી સુવિધા નથી ડોક્ટરોને રહેવા માટે પણ પૂરતી સુવિધાઓ નથી તેઓની ફેસિલિટીમાં ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે છે. જેને લઈને સાયાજી હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવતી હોય છે માત્ર પ્રવર્તમાન સરકાર મોટી મોટી વાતો જ કરે છે પરંતુ જ્યારે સ્થળ ઉપર રિયાલિટી જુઓ ત્યારે જ તમને સાચી માહિતી મળશે.

વડોદરામાં સોની પરિવારની સામુહિક આત્મહત્યા
વડોદરામાં સોની પરિવારની સામુહિક આત્મહત્યા (Etv Bharat Gujarat)

હાલમાં અમોએ જાણવા જોગ ફરિયાદ લીધી છે. અમને ગત રાત્રે વરદી મળી હતી કે શેરડીના રસમાં પત્નીએ કોઈ પોઈઝન ભેળવ્યું હોવાનું પતિ ચેતનભાઈ જણાવતા હતા, પરંતુ પિતા અને પત્નીના અગ્નિસંસ્કાર પોલીસને જાણ કર્યા વગર કરતાં અને તેમણે પણ ઝેર પી લેતાં તેની ક્રિટિકલ કન્ડિશન છે. તેઓ ભાનમાં આવશે ત્યારબાદ ખબર પડશે કે હકીકત શું છે...પ્રણવ કટારિયા(એસીપી, વડોદરા)

  1. Mass Suicide Case: સુરતમાં ફરીથી સામુહિક આત્મહત્યા, પતિએ પત્ની અને બાળકની હત્યા કરી ગળેફાંસો ખાઈ લીધો
  2. Surat News: સામુહિક આત્મહત્યા કેસમાં માતા અને દીકરીનું મૃત્યુ ગળુ દબાવીને થયું હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.