ETV Bharat / state

બાલાસિનોરમાં વૈષ્ણવ સમાજ દ્વારા હોળીની પરંપરાગત ઉજવણી, કિર્તનીયા બન્યા આકર્ષણનું કેન્દ્ર - Holi 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 11:46 AM IST

હોળીની પરંપરાગત ઉજવણી
હોળીની પરંપરાગત ઉજવણી

બાલાસિનોરના વૈષ્ણવ સમાજના લોકો અનોખી રીતે હોળીની ઉજવણી કરે છે. નગરમાં પાંચ સ્થળોએ હોળી પ્રગટાવી પાંચ પરિક્રમા સાથે કીર્તનીયા ગાવામાં આવે છે. વૈષ્ણવ સમાજ છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી હોળીની પરંપરાગત ઉજવણી કરે છે છે. નગરમાં નીકળતા 'કિર્તનીયા' આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.

બાલાસિનોરમાં વૈષ્ણવ સમાજ દ્વારા હોળીની પરંપરાગત ઉજવણી

મહીસાગર : દરેક સમાજના લોકો હોળીના પર્વને અનોખી રીતે ઉજવતા જોવા મળે છે. બાલાસિનોરમાં દશાનીમા વણિક તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા વર્ષોથી હોળીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે.

વૈષ્ણવ સમાજ દ્વારા હોળીની ઉજવણી : બાલાસિનોરમાં રહેતા વૈષ્ણવ સમાજના લોકો હોળીના દિવસે નગરમાં પાંચ સ્થળોએ પ્રગટાવવામાં આવતી હોળીની પાંચ પરિક્રમા કરે છે, જે નગરજનોમાં કિર્તનીયા તરીકે ઓળખાય છે. આ કિર્તનીયા શહેરમા આવેલ ગોકુલનાથજી મોટા મંદિરેથી નીકળી ગામની શેરીઓમાંથી નીકળે છે. જેને નિહાળવા માટે નગરના ભક્તજનો મોટી સંખ્યામાં એકઠા થાય છે.

કિર્તનીયા બન્યા આકર્ષણનું કેન્દ્ર
કિર્તનીયા બન્યા આકર્ષણનું કેન્દ્ર

પાંચ હોળીની પરિક્રમા : આ વર્ષે નગરના વિવિધ વિસ્તારમાં પરંપરાગત રીત રીવાજ પ્રમાણે હોળી ચકલા, ધરીયાવાડ, સલાયાવડી દરવાજા, પટેલવાડા, પારેખ વાડા તેમજ પટવા શેરીમાં હોળી પ્રગટાવી પર્વની ઉજવણી કરવામાં આવી છે. જ્યાં વૈષ્ણવ અને દશાનીમાં વણિક સમાજના લોકોએ ભજન કીર્તન અને રશીયા ગાઈને હોળીની પરિક્રમા કરી હોળી તહેવારની ઉજવણી કરી છે.

100 વર્ષથી ચાલતી પરંપરા : ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ આ તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. બાલાસિનોરના વૈષ્ણવ સમાજના ભાઈ-બહેનો ગોકુલનાથજી મોટા મંદિરે એકઠા થઈને ભજન-કીર્તન અને રશીયા ગાતાં ગાતાં નગરની પાંચ હોળીની પરિક્રમા કરવા નીકળે છે. આ પરંપરા બાલાસિનોરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે. જેને દશાનીમાં વણિક અને વૈષ્ણવ સમાજે આજે પણ જાળવી રાખી છે.

આકર્ષણનું કેન્દ્ર-કિર્તનીયા : પાંચ હોળીની પ્રદક્ષિણા બાદ બાલાસિનોરના હોળી ચકલા વિસ્તારમાં ભક્તો ભજન-કીર્તન અને રશીયા ગાય છે. આમ દર વર્ષે બાલાસિનોરનો વૈષ્ણવ સમાજ હોળીનો તહેવાર પાંચ હોળીની પ્રદક્ષિણા ભજન-કીર્તન અને રશીયા ગાઈને ઉજવે છે.

  1. ડભોઈમાં પ્રથમવાર હોલિકા અને પ્રહલાદનું સ્ટેચ્યૂ બનાવીને કરાયું હોલિકા દહન - Holi 2024
  2. દ્વારકામાં ધામધૂમથી ઉજવાયો ફુલડોલ ઉત્સવ, દ્વારકાધીશ મંદિર પર અબીલ ગુલાલનો વરસાદ - Holi 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.