ETV Bharat / state

ચૈત્ર સુદ નોમના દિવસને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટય દિવસ તરીકે ઉજવવામાં આવે છે - appearance day of Lord Swaminarayan

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 11:04 AM IST

ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટય દિવસ
ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટય દિવસ

આજે ઘનશ્યામ મહારાજની 244મી જન્મ જયંતીની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી થઇ રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ જ ઝડપથી વિસ્તરી રહેલો સંપ્રદાય છે. જે ઘનશ્યામ મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલી ધાર્મિક પરંપરાને અનુસરીને સંપ્રદાય આજે ચાલી રહ્યો છે. જેમાં ભગવાન ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યને ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યું છે.

જૂનાગઢ: આજે ચૈત્ર સુદ નોમના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજનો અયોધ્યા નજીક છપૈયા ગામમાં પ્રાગટ્ય થયું હતું. ત્યારે આજે ઘનશ્યામ મહારાજની 244 મી જન્મ જયંતીની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી થઇ રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ જ ઝડપથી વિસ્તરી રહેલો સંપ્રદાય છે. જે ઘનશ્યામ મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલી ધાર્મિક પરંપરાને અનુસરીને સંપ્રદાય આજે ચાલી રહ્યો છે. જેમાં ભગવાન ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યને ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યું છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય પૃથ્વી પર આસુરી શક્તિનો નાશ અને શાસ્ત્રના સ્થાપન મુજબનુ જીવન માટે થયો હોવાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનવામાં આવે છે.

ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટય દિવસ

મહાત્મા ગાંધી અને સરદાર પટેલે પણ ઘનશ્યામ મહારાજની ધર્મ પ્રતિબદ્ધતાને બિરદાવી હતી

ઘનશ્યામ મહારાજની ધર્મ પ્રતિબદ્ધતા અને સભ્ય સમાજ સુસંસ્કૃત શિક્ષિત કુરિવાજો મુકત અને વ્યસનોથી દૂર રહે તે પ્રકારના સમાજજીવનની સ્થાપના કરવા માટે ઘનશ્યામ મહારાજે ખૂબ મહેનત કરી તેમના સ્વહસ્તે લખાયેલી ૨૧૨ શ્લોકની શિક્ષાપત્રી આજે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક હરિભક્તો માટે ગીતા સમાન માનવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લખવામાં આવેલી આ શિક્ષાપત્રીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ખૂબ જ આદર માન અને સન્માન આપતા હતા. તેઓ માનતા હતા કે શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકમાં મુજબનું જીવન કોઈ પણ વ્યક્તિ જીવી શકે તો અનિષ્ટો દુર્ગુણોને સભ્ય સમાજમાં ક્યારેક જગ્યા ન મળી શકે આવા ધાર્મિક અને વૈચારિક ક્રાંતિ ધરાવતા ઘનશ્યામ મહારાજની આજે 244 મી જન્મ જયંતી મનાવાઈ રહી છે.

ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટય દિવસ
ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટય દિવસ

આજના દિવસે સ્વામિનારાયણ મંદિરમાં કરાઈ રહ્યું છે વિશેષ ધાર્મિક આયોજન

આજથી 244 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના દિવસે રાત્રિના 10 વાગ્યે અને 10 મિનિટે ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય અયોધ્યા નજીક છપૈયા ગામમાં થયો હતો. જેને અનુલક્ષીને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રિના 10 વાગ્યે અને 10 મિનિટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને ઘનશ્યામ મહારાજની 244મી જન્મ જયંતિ ઊજવવાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવશે. ત્યારે આજે રામ નવમી અને ઘનશ્યામ મહારાજની જન્મ જયંતીના બેવડા શુભ પ્રસંગે હરિભક્તોમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવ અને ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય દિનની ઉજવણીને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજના દિવસે સ્વામીમંદિરમાં વિવિધ ધાર્મિક ઉજવણી અને પૂજા કરીને ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય મહોત્સવ અને ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવશે.

  1. Ram Navami: એક સાથે બે પર્વને લઈને સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોનો બેવડો આનંદ
  2. સૂર્યકિરણો પડતાં ઝળહળ્યું રામલલાની મૂર્તિ પર ભાલતિલક, રામનવમી માટેની ટ્રાયલ સફળ, જુૃૂઓ વીડિયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.