ETV Bharat / state

જ્યાં સુધી સરહદ પર તણાવ છે ત્યાં સુધી પાકિસ્તાન સાથે ટ્રેડ સંભવ નથી : એસ જયશંકર - S JAYSHANKAR ON PAKISTAN ISSUE

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 1, 2024, 5:14 PM IST

Updated : Apr 1, 2024, 9:28 PM IST

ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે આયોજિત "Corporate Summit 2024 - Bharat's Economic Rising"માં વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરએ આતંકવાદ અને પડોશી દેશ વિશે વાત કરી.

Foreign Minister Dr. S. Jaishankar
Foreign Minister Dr. S. Jaishankar

જ્યાં સુધી સરહદ પર તણાવ છે ત્યાં સુધી પાકિસ્તાન સાથે ટ્રેડ સંભવ નથી : એસ જયશંકર

સુરત: ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે આયોજિત "Corporate Summit 2024 - Bharat's Economic Rising"માં વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેઓએ સ્પષ્ટ જાણવી દીધું હતું કે સરહદ પર સ્થિતિ સમાન્ય નથી જ્યાં સુઘી સ્થિતિ સમાન્ય નહી થાય ત્યાં સુઘી ટ્રેડની સંભાવનાઓ નથી. ત્રાસવાદ કોઇ પણ સંજોગે ચાલવી લેવાશે નહીં. ટેરીરિઝમનો જવાબ કાઉન્ટર ટેરીરિઝમ છે. જ્યાં સુધી સરહદ પર તણાવની સ્થિતિ રહેશે ત્યાં સુધી પાડોશી દેશ સાથે ટ્રેડ સંભવ નથી. ત્રાસવાદને લઈ લોકો કહે છે કે થઈ ગયું થઈ જાય છે પરંતુ અમે આને ટોલરેટ કરી શકીએ નહીં.

પાકિસ્તાન સાથેના વેપાર પર શું કહ્યું ?

પાકિસ્તાન ભારત સાથે વેપાર કરવા માટે ઉત્સુક છે. પાકિસ્તાનના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઈચ્છે છે. છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન સાથે દ્વિતીય સંબંધી વેપાર બંધ છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર બંધ છે જ્યારે એક તરફ પાકિસ્તાન ભારત સાથે વેપાર કરવા ઈચ્છે રહ્યો છે ત્યારે ભારતના વિદેશ પ્રદાન ડોક્ટર એસ જે શંકરે સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી ટેરીરિઝમની વાત છે અત્યાર સુધી ભારત કોઈપણ પ્રકારે વેપાર કરશે નહીં.

જાણો શું કહ્યું વિદેશ મંત્રીએ: ડો.એસ.જયશંકરએ જણાવ્યુ હતુ કે, ગુજરાત આવવું મારી માટે આનંદની વાત છે કારણ કે હું અંહીથી ભારત સરકારમાં પ્રતિનિધિત્વ કરૂં છું. ગુજરાતના લોકો ગ્લોબલાઈઝ લોકો હોય છે જેથી તેઓ વિદેશ મંત્રીને ગુજરાતથી જ મોકલશે. ભારત રાઈઝિંગની વાત કરીએ તો અમે અર્થ વ્યવસ્થામાં અગાઉ 10 નંબર પર હતા હવે 5 માં નબર પર છીએ, ટૂંક સમયમાં 3 નંબર પર આવી જઈશું. ભારત 30 ટ્રિલિયનની ઇકોનોમિ સુઘી પહોચી જશે. વિદેશી ડિપ્લોમસી જટિલ લાગતી હશે પરંતુ આપને જણાવવા માંગીશ કે અન્ય દેશોમાં જઈને હૂં 'સબકા સાથ સબકા વિકાસ'ની વાત કરું છું,ગેરંટીની વાત કરું છુ.

UAE એ મંદિર બનાવવા આપી મંજુરી: તેઓએ વધુમા જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ભારત માટે જે વિચાર હતો તે બદલાયો છે. 10 વર્ષમાં UAE નો વિચાર ભારત માટે બદલાયો છે. બન્ને દેશો વચ્ચે 80 બિલિયન ડોલર ટ્રેડ વધ્યું છે. અમે તેમણે કહ્યું છે કે અમને મંદિર બનાવવાં દે અને તેઓએ મંજૂરી આપી છે. 2016માં પીએમ મોદી UAE ગયા હતા તે અગાઊ ઇન્દિરા ગાંધી ગયા હતાં. જો આપણી તરફ઼થી પ્રયત્ન ન થાય તો વિચાર બદલાશે નહીં. પીએમ મોદી અમેરિકા ગયા ત્રણ દિવસ ત્યાંના પ્રેસિડેન્ટ સાથે રહયા. હું જુનિયર અધિકારી હતો ત્યારથી અમેરિકા વિશે જાણું છું. અમેરિકામાં ટેકનોલોજીના તમામ એક્સપર્ટ વચ્ચે બાઈડન અને પીએમ મોદી પણ હતા. જયારે અમેરિકા ટેકનોલોજી વિશે વિચારે છે ત્યારે તેઓ ભારત સાથે સંબંધ જોડે છે.

G20 આયોજન ભારત માટે મોટો પડકાર: સાથે તેઓએ કહ્યું કે, ભારત માટે G 20 આયોજન મોટો પડકાર હતો. તેમ છતા બે મોટા નિર્ણયો લેવાયા. જેમાં એક ભારતથી યુરોપ સુઘી ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવે. જેમાં અમેરિકા, યુરોપ અને UAE સહિતના અન્ય દેશોના વડા હાજર હતા. અન્ય બાયો ફ્યુલનું પ્રમાણ વધારવામાં આવે. એક સમય હતો કે લોકો ભારત આવવા માટે રસ્તા ખોજી રહ્યા હતા આજે તે જ સમય પરત આવ્યો છે.

દર વર્ષે નવા 9-10 જેટલાં નવા એરપોર્ટે બને છે: તેઓએ જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીની પરંપરા હોય છે કે વિદેશી મહેમાન ભારત આવે છે. ફ્રાન્સના વડા મેક્રોન જયપુર આવ્યા. હું મિનિસ્ટર હતો, હું સ્વાગત કરી ગાડીમાં તેમની સાથે બેસ્યો. તો તેઓએ જણાવ્યું કે મોટા શહેરો ઉપરાંત અન્ય શહેરોમાં એરપોર્ટ છે તો મેં જણાવ્યુ કે દર વર્ષે નવા 9-10 જેટલાં નવા એરપોર્ટે બને છે. આ સાભળી તેઓની આંખો મોટી થઈ ગઈ. મે તેમને જણાવ્યું કે રોજ 28 કિમી રોડ બને છે. ભારતમાં જે વિકાસ થાય છે તેનો પ્રભાવ અન્ય શહેરોમાં વધારે છે.

ટેકનોલોજીની વાત આવે તો ભારત સાથે કનેક્શન: ક્વોટ સંગઠન અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ સંગઠન માને છે કે ટેકનોલોજીને લઈ ભારત સાથે કામ કરવામાં આવે .જ્યારે ટેકનોલોજીની વાત આવે તો ભારત સાથે કનેક્શન અનેક દેશોના મનમાં બેસી ગયુ હોય છે. અનેક દેશો ભારત સાથે ફ્રી ટ્રેડ કરવાનુ વિચારે છે. ઓસ્ટ્રેલિયા UAE યુરોપના ચાર દેશો સાથે ફ્રી ટ્રેડ કરવામાં આવ્યા છે.

કોવીડના કારણે લોકોને નુકશાન: ભારતની બહાર જનારા લોકો માટેની સુરક્ષા અમારી જવાબદારી છે. મોબિલિટી અગ્રીમેંટ જર્મની, ફ્રાન્સ, પોર્ટુગલ સહીત અનેક દેશો સાથે કરવામાં આવ્યું છે. આ દેશો વર્ક પરમિટ આપે છે. દેશની સાથે અન્ય દેશોમાં તકો છે. અમારી બ્રાંડિંગ બદલાઈ છે. યુક્રેનમાં જયારે યુદ્ધની શરૂઆત થઈ તો કેટલાક લોકોએ ઘઉંની માંગ કરી અત્યારે અમે માત્ર એન્જીનીયરીગની વસ્તુઓ જ એકપોર્ટ નથી કરતા એગ્રિકલચર વસ્તુઓ પણ આપી રહ્યાં છે. કોવીડના કારણે લોકોને નુકશાન થયું. હજુ પણ કોવિડથી વિશ્વની રિકવરી પૂર્ણ થઈ નથી.

ચેલેન્જ અમે હેન્ડલ કરીશું એપોર્ચ્યુનીટીનો લાભ તમે લેશો: કોવિડ સમયે ઘણા લોકોએ સલાહ આપી તિજોરી ખોલી દેવામાં માટે કહ્યું પરંતું મને આનંદ છે કે તે વખતે દેશના વડાપ્રધાન ગુજરાતી હતા. ડિજિટલાઈઝેશન તે વખતે હતું. લોકો આશ્ચર્યમાં છે કે કંઇ રીતે 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. 10 વર્ષમાં 7000 નવી કોલેજો ખુલી.,આપણે રશિયા સાથે રિસોર્સ અંગે કામ કરવું જોઇએ. લોકો રશિયાના ઇતિહાસ વિશે વાતો કરે છે. હાલ ચંદ્રયાનનું ભારત છે, UPI નું ભારત છે, કોવેક્સિનનું ભારત છે. જેને વિશ્વભરના લોકો સન્માન આપે છે. ચેલેન્જ અમે હેન્ડલ કરીશું એપોર્ચ્યુનીટીનો લાભ તમે લેશો.

  1. ઈન્ડિયા એલાયન્સ મહારેલી, પતિ જેલમાં, કેજરીવાલ અને સોરેનની પત્નીએ રામલીલા મેદાનથી મોદી સરકારને ઘેરી - India Alliance Maharelli
  2. અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલતી દિલ્હી કોર્ટ, ઈડીના કેસમાં કાર્યવાહી - Arvind Kejriwal Custody




Last Updated : Apr 1, 2024, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.