ETV Bharat / state

17 વર્ષીય તરુણીની છેડતી કરનાર નરાધમ ઝડપાયો, CCTV કેમેરામાં કેદ થઈ આરોપીની ગંદી હરકતો - Surat Crime

author img

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2024, 7:42 PM IST

સુરત શહેરમાં 17 વર્ષીય તરુણીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. પોલીસે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરીને આરોપીને દબોચ્યો છે. પોલીસે CCTV કેમેરાની તપાસ કરી તો આરોપીની ગંદી હરકતો સામે આવી હતી.

17 વર્ષીય તરુણીની છેડતી કરનાર નરાધમ ઝડપાયો
17 વર્ષીય તરુણીની છેડતી કરનાર નરાધમ ઝડપાયો (ETV Bharat Reporter)

સુરત : શહેરમાં વેડરોડ વિસ્તારમાં 17 વર્ષીય તરુણીની છેડતીની ઘટના બની હતી. એક બાઈક ચાલકે પેટ્રોલ લીક થાય છે કહીને બાઈકનું સ્ટેયરીંગ પકડવા માટે તરુણીને અટકાવી હતી. બાદમાં તેનો હાથ પકડીને ગંદા ઈશારા કર્યા હતા. આ મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે CCTV કેમેરા તપાસવા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે.

તરુણીની છેડતીનો બનાવ : સુરત શહેરમાં વેડરોડ વિસ્તારમાં 17 વર્ષીય તરુણીની છેડતીની ઘટના બની હતી. તરુણી મંદિરમાં સેવા આપવા જતી હતી. આ દરમિયાન રસ્તામાં એક વ્યક્તિએ બાઈકનું પેટ્રોલ લીક થાય છે તેમ કહી બાઈકનું સ્ટેરીંગ પકડવા તરુણીને અટકાવી હતી. બાદમાં આ બાઈકચાલકે તરૂણીનો હાથ પકડીને ગંદા ઈશારા કર્યા હતા. વધુમાં આરોપી પેન્ટનું બટન ખોલવા જતો હતો, આ દરમિયાન તરુણી ત્યાંથી ભાગી ગયી હતી.

આરોપીની ગંદી હરકત : આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જે વિસ્તારમાં બનાવ બન્યો ત્યાંના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં આરોપી ચાર કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો હતો. ઉપરાંત મહિલા કે યુવતી દેખાય તો તેની પાછળ જતો નજરે ચડ્યો હતો. તેણે અન્ય વિસ્તારમાં એક મહિલાની પણ છેડતી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપી ઝડપાયો : સિંગણપુર પોલીસ ઇન્સ્પેક્ટર વાય. બી. ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસે અલગ અલગ ટીમ બનાવી 200 થી વધુ સીસીટીવી કેમેરા તપસ્યા હતા. આખરે આરોપી સંદીપ પ્રવીણભાઈ ગોટીને ઝડપી પાડ્યો હતો. આ મામલે તપાસ હાથ ધરતા આરોપી અપરણિત હોવાનું અને વરાછા હીરાબાગ પાસે ડાયમંડ કલાસીસમાં હીરા કામ શીખવા જતો હોવાનું બહાર આવ્યું હતું.

  1. 18 વર્ષે ઝડપાયો હત્યાનો આરોપી, સાધુનો વેશ ધારણ કરીને ઉત્તરપ્રદેશમાં રહેતો હતો - SURAT CRIME
  2. હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપી હિન્દુ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બન્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.