ETV Bharat / state

માંગરોળમાં પોલીસ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડ્યા કિસ્સો, તમામ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ - Surat Crime

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 5:53 PM IST

માંગરોળ તાલુકામાં નાસતા ફરતા આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે કેટલાક ઈસમોએ ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ સફળતાપૂર્વક આરોપીને પકડી લાવી હતી. ઉપરાંત પોલીસ સાથે ઝપાઝપી કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી ઝાકીર જુમ્મા મુલતાની
આરોપી ઝાકીર જુમ્મા મુલતાની

માંગરોળમાં પોલીસ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડ્યા કિસ્સો

સુરત : માંગરોળમાં પોલીસ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડ્યા કિસ્સો સામે આવ્યો છે. માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે ફરાર પાસાનો આરોપી આવ્યો હોવાની બાતમીને પગલે આરોપીને પકડવા પોલીસ સ્ટાફ તેના ઘરે પહોંચ્યો હતો. જોકે પોલીસ સાથે કેટલાક લોકોએ ઝપાઝપી કરી હતી. પોલીસ આરોપી ઝાકીર જુમ્મા મુલતાનીને દબોચીને લઈ આવી હતી. ઉપરાંત કાર્યવાહીમાં અડચણ ઉભી કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

પાસાનો ફરારા આરોપી : માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ગુનેગાર ઝાકીર જુમ્મા મુલતાની સામે માંગરોળ પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી ઝાકીર જુમ્મા મુલતાની ફરાર થઈ ગયો હતો. ઝંખવાવના મુલતાન વાડામાં પોતાના ઘરે ઝાકીર આવ્યો હોવાની બાતમી મળતા માંગરોળ PSI પઢીયાર પોલીસ બંદોબસ્ત સાથે આરોપી ઝાકીરને ઝડપી પાડવા માટે ગયા હતા.

પોલીસ સાથે ઝપાઝપી : આ દરમિયાન આરોપી ઝાકીર સહિત અન્ય ત્રણથી ચાર લોકોએ ઉશ્કેરાઈને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જોકે પોલીસે ઝાકીર જુમ્મા મુલતાનીને દબોચી લીધો હતો. ઝડપાયેલા પાસાનાં આરોપી ઝાકીર વિરુદ્ધ 21 વોરન્ટ તેમજ ભરૂચ અને નવસારી પોલીસ મથકે અલગ અલગ ગુનામાં વોન્ટેડ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઉપરાંત પોલીસ કાર્યવાહીમાં ખલેલ પાડનાર લોકો સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ કાર્યવાહી : ઝંખવાવ પોલીસ મથકના PSI બી. બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલીસ આરોપીને લેવા ગઈ ત્યારે કેટલાક ઈસમોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું અને ઝપાઝપી પણ કરી હતી. પોલીસે તમામ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે કામરેજ પોલીસની કામગીરી, બીએસએફ જવાનો સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ યોજ્યું
  2. Surat Marijuana : માંગરોળ તાલુકામાંથી અધધ 500 કિલો ગાંજો ઝડપાયો, ત્રણ ઈસમો વોન્ટેડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.