ETV Bharat / state

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં આદર્યો ઝંઝાવાતી પ્રચાર, ટિફિન બેઠકો કરી - Rupala Campaign in Rajkot

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 8:44 PM IST

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં આદર્યો ઝંઝાવાતી પ્રચાર, ટિફિન બેઠકો કરી
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં આદર્યો ઝંઝાવાતી પ્રચાર, ટિફિન બેઠકો કરી

રાજકોટ ભારતીય જનતા પાર્ટીનાં લોકસભાનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા અપાયેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રૂપાલા વિરોધી જે જુવાળ અને રોષ ફાટી નીકળ્યો હતો. તેની વચ્ચે દિલ્હીથી કેબિનેટ મિટિંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરેલા રૂપાલાએ અમદાવાદ હવાઈ મથકે મીડિયાને સંબોધ્યા બાદ રાજકોટની રાહ પકડી હતી અને આજે શુક્રવારથી રૂપાલાએ ક્ષત્રિયોનાં વિરોધ વચ્ચે ઝંઝાવાતી પ્રચારનો આરંભ પણ કરી દીધો.

પ્રચારનો આરંભ

રાજકોટ : શુક્રવારે રાજકોટ સ્થિત પેલેસ રોડ પર આવેલા માં આશાપુરા માતાજીનાં મંદિરે માથું નમાવ્યા બાદ પરશોત્તમ રૂપાલાએ કાર્પેટ બોમ્બિંગ સ્ટાઈલ ઝંઝાવાતી પ્રચાર આરંભી દીધો છે, જેમાં મહિલા મિલન ટિફિન બેઠક, બાદ ગુજરાતી અખબારી જૂથનાં રિયલ એસ્ટેટ એક્સ્પો કાર્યક્રમમાં હાજરી, વિશ્વકર્મા મંદિરે દર્શન, સ્નેહ સંવાદ અને સન્માન કાર્યક્રમમાં હાજરી આ હતી શુક્રવારની રૂપાલાની દિનચર્યા.

ટિફિન બેઠકની સિગ્નેચર ઈવેન્ટ : પોતાનાં ધારાસભ્ય તરીકેનાં કાર્યકાળ (વર્ષ 1991 થી વર્ષ 2002 દરમ્યાન) પરશોત્તમ રૂપાલા દ્વારા ટિફિન બેઠકોનું આયોજન એક સમયે અમરેલી પંથકમાં ખુબ પ્રચલિત બન્યું હતું, તેવી જ રીતે શુક્રવારથી રાજકોટ ખાતે પ્રચારનાં શ્રી ગણેશ કરવાની સાથે રૂપાલાની આ ટિફિન બેઠકની સિગ્નેચર ઈવેન્ટથી જ પ્રચારની શરૂઆત કરવામાં આવી, જેમાં મહિલાઓએ પણ આ ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો.

ક્વોલિફાઈડ પબ્લિક રિલેશન્સ ટિમ દ્વારા પ્રચાર : આગામી દિવસોમાં આવી ટિફિન બેઠકો થકી પણ રૂપાલા તેમનાં પ્રચાર-પ્રસારને વેગવંતો બનાવશે તેવી વાત પરશોત્તમ રૂપાલા એ મીડિયાને સંબોધતા જણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હર વખતની જેમ સૌરાષ્ટ્ર-કચ્છ સ્થિત ભારતીય જનતા પાર્ટી વતી પ્રચાર-પ્રસારની ચોક્કસ જવાબદારી સાંભળનારા હોદ્દેદારો ઉપરાંત પરશોત્તમ રૂપાલાના રાજકોટ ખાતેનાં પ્રચાર-પ્રસારની જવાબદારી કોઈ એક ઈવેન્ટ માટે કરવામાં આવતા કાર્પેટ બોમ્બિંગની જેમ એક ચોક્કસ ક્વોલિફાઈડ પબ્લિક રિલેશન્સ ટિમ સંભાળી રહી છે. જેમાં ગુજરાત બહારનાં પબ્લિક રિલેશન્સ પ્રોફેશનલ્સ આ જવાબદારી બખૂબી સાંભળી રહ્યા છે અને આ પ્રચાર પ્રસારને વેગવંતુ બનાવા માટે એક વ્હોટ્સએપ ગ્રુપ તેમજ વ્હોટ્સએપ ચેનલ પણ કાર્યરત કરવામાં આવી છે.

  1. પરષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી વિરોધ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો - RUPALA STARTED ELECTION CAMPAIGN
  2. પરષોત્તમ રૂપાલા અને હર્ષ સંઘવી વચ્ચે બંધ બારણે ચર્ચા, ભાજપ નેતાઓનું ભેદી મૌન તો પાટીદારે સમાજે આપ્યું સમર્થન - Parshottam Rupala Controversy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.