ETV Bharat / state

માત્ર 3 કલાકમાં કુટુંબના 2 સભ્યોના આકસ્મિક મૃત્યુથી માતમ છવાયો, મામા બાદ ભાણીએ પણ ફાની દુનિયાને કર્યુ અલવિદા - Navsari 2 Accidental Death

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 7:46 PM IST

મામા બાદ ભાણીએ પણ ફાની દુનિયાને કર્યુ અલવિદા
મામા બાદ ભાણીએ પણ ફાની દુનિયાને કર્યુ અલવિદા

નવસારીના સમરોલીમાં એક જ દિવસમાં મામા અને ભાણીના મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માત્ર 3 કલાકના અંતરાલમાં મામા અને ભાણીનું મૃત્યુ થયું છે. મામાનું તળાવમાં ડૂબી જવાથી અને ભાણીનું રમતા રમતા ગળામાં પટ્ટો ફસાઈ જવાથી આકસ્મિત મૃત્યુ થયું છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Navsari 2 Accidental Death

મામા બાદ ભાણીએ પણ ફાની દુનિયાને કર્યુ અલવિદા

નવસારીઃ ચીખલી તાલુકાના સમરોલી ગામે શોકની કાલીમા છવાઈ ગઈ છે. એક જ પરિવારના મામા અને ભાણીનું માત્ર 3 કલાકના અંતરાલમાં આકસ્મિક મૃત્યુ થતા પરિવાર પર આભ તુટી પડ્યું છે. મામા તળાવમાં ડૂબી ગયા જ્યારે ભાણી રમતી વખતે ગળામાં પટ્ટો ફસાઈ જતા શ્વાસ રુધાવાથી મોત થયું છે.

માત્ર 3 કલાકના અંતરાલમાં 2 આકસ્મિક મૃત્યુઃ સમરોલીના પહાડ ફળિયામાં રહેતા 21 વર્ષીય યોગેશ કુકણા ગામના મોટા તળાવમાં બપોરના સમયે નાહવા માટે ગયા હતા. તેઓ તળાવમાં ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. લાંબા સમય સુધી તેઓ તળાવમાં નહાતા ના દેખાતા સ્થાનિકો દ્વારા તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે યોગેશ કુકણા તળાવમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા છે.

ભાણીનો શ્વાસ રુંધાઈ ગયોઃ સમરોલીના વાડી ફળિયામાં રહેતી 9 વર્ષીય નિશા સોલંકીના ગળામાં પટ્ટો વીંટાઈ જતા તેણીનો શ્વાસ રુંધાઈ ગયો હતો. પરિવારને જાણ થતાં તેણીને હોસ્પિટલ લઈ જવાઈ. જો કે ફરજ પરના તબીબે નિશાને મૃત જાહેર કરી હતી. એક જ દિવસમાં 3 કલાકના અંતરાલમાં મામા-ણીના મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો છવાયો છે. આ સમગ્ર બાબતે ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સમરોલી ખાતે બનેલ કરુણ ઘટનામાં 9 વર્ષીય બાળકીની પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે બાળકીના મામાનું તળાવમાં નહાતી વેળાએ અકસ્માતથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે...એચ. એસ. પટેલ(તપાસ અધિકારી, ચીખલી પોલીસ)

  1. ધોરાજી નજીક ભાદર નદીમાં કાર ખાબકી, એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત - Rajkot Accident
  2. Rajkot Accident News : રાજકોટના આજીડેમમાં ગણેશ વિસર્જન સમયે કરૂણ દુર્ઘટના, પાણીમાં ડૂબવાથી મામા-ભાણેજનું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.