ETV Bharat / state

જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ, અચૂક મતદાનની અપીલ કરતો સ્ટેમ્પ તૈયાર કરાયો - Loksabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 31, 2024, 6:32 PM IST

લોકસભા ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન ગુજરાતમાં યોજાશે. મતદાનમાં પ્રત્યેક મતદાર ભાગ લે, મતદાન માટે જાગૃત થાય તે માટે જૂનાગઢ ડૉક્ટર એસોસિયેશને અનોખી પહેલ કરી છે. જૂનાગઢના તમામ ડૉકટર્સ પોતાના પ્રીસ્ક્રિપ્શન પર મતદાનની અપીલ દર્શાવતો સ્ટેમ્પ લગાડશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ
જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ

અચૂક મતદાનની અપીલ કરતો સ્ટેમ્પ પ્રીસ્ક્રિપ્શન પર લગાડીએ છીએ

જૂનાગઢઃ આગામી 7મી મેના દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. મતદારોમાં વિશેષ જાગૃતિ આવે તે માટે ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જૂનાગઢના ડૉક્ટર એસોસિયેશન દ્વારા ડૉક્ટર્સ દ્વારા લખવામાં આવતા પ્રીસ્ક્રિપ્શન પર 7મી તારીખે અચૂક મતદાન કરીએ તેવો સ્ટેમ્પ લગાડીને દર્દીને આપવામાં આવી રહ્યો છે. દર્દીની સાથે તેમના પરિવારજનો પણ 7મી તારીખે બંધારણે આપેલો મતદાનના અધિકારનો ઉપયોગ કરે તે માટેની અપીલ કરવાનો હેતુ આ અભિયાનનો છે.

પર્યટન સ્થળ પર પણ ઉલ્લેખઃ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા અચૂક મતદાન સ્ટેમ્પની શરૂઆત કરવામાં આવી છે. તે જ પ્રમાણે જૂનાગઢના પર્યટન સ્થળ અને હરવા ફરવાની જગ્યા પર પણ મતદાન જાગૃતિ માટે અભિયાન શરુ કરાયા છે. ઉપરકોટ, મહોબ્બતનો મકબરો, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જેવા પર્યટન સ્થળોએ કોઈ પ્રવાસી પ્રવેશ ટિકિટ મેળવે ત્યારે તેની ટિકિટ પર 7મેના રોજ અચૂક મતદાન કરીએ તેવો સ્ટેમ્પ લગાવામાં આવી રહ્યો છે. જેનાથી મતદાન માટેની જાગૃતિમાં વધારો કરી સરવાળે મતદાનની ટકાવારી વધારી શકાય. મતદાન પ્રત્યેના ઉત્સાહને વધારવા માટે આ ખાસ અભિયાન જૂનાગઢમાં શરૂ કરાયું છે.

જે રીતે આપણે ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરે કરીને માનવતાની સેવા કરીએ છીએ તે જ રીતે ભારતના નાગરિક તરીકે નૈતિક જવાબદારી સ્વીકારીને આપણે મતદાન અવશ્ય કરવું જ જોઈએ. અમે દરેક ડૉકટર્સ પ્રીસ્ક્રિપ્શન પર અચૂક મતદાન કરો તેવું દર્શાવતો સ્ટેમ્પ લગાડીએ છીએ. જેથી દર્દી અને તેના પરિવારજનોને મતદાન માટે પ્રેરણા મળે...ડૉ.શૈલેષ બારમેડા(તબીબ,જૂનાગઢ)

  1. પ્રદેશ ભાજપ પ્રમુખે જૂનાગઢ કાર્યાલયનું કર્યું લોકાર્પણ, જવાહર ચાવડા અને હર્ષદ રીબડીયાની ગેરહાજરી - Junagadh Bjp Office Lokarpan
  2. મહેસાણામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ચૂંટણીલક્ષી બૃહદ બેઠક - Loksabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.