મહેસાણામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ચૂંટણીલક્ષી બૃહદ બેઠક - Loksabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 31, 2024, 6:03 PM IST

thumbnail

મહેસાણા: લોકસભા ચૂંટણી સંદર્ભે દરેક પક્ષો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપે પણ મહેસાણામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બૃહદ બેઠક યોજી હતી. મહેસાણા બેઠક પર કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી. જ્યારે ભાજપે ઉમેદવાર જાહેર કરતાની સાથે ચૂંટણી લક્ષી બેઠકો યોજવાનું શરુ કરી દીધું છે. 5 લાખથી વધુ લીડ કેવી રીતે મેળવવી તેના પ્રયાસો, રણનીતિ ભાજપ તૈયાર કરી રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે ખાસ આ બૃહદ બેઠક માટે મહેસાણામાં પહોચ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં બમ્પર જીત મેળવવા માટે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. દૂધ સાગર ડેરી હોલમાં સંગઠન સાથે બંધ બારણે બૃહદ બેઠક યોજવામાં આવી હતી. ભુપેન્દ્ર પટેલે જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખ સાથે વિશેષ બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને  ચૂંટણી લક્ષી સૂચનો કર્યા હતા. મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીની રણનીતિ પણ આ બેઠકમાં ઘડવામાં આવી હતી. પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પંડ્યાએ જણાવ્યું હતું કે, મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર અને રણનીતિમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું અમને માર્ગદર્શન મળી રહેશે.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.