ETV Bharat / state

Kutch News : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાઈટ મેરેથોન, પેટેથોન અને સ્કેટેથોન યોજાશે, હેતુઓ જણાવી રહ્યાં છે અધિકારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 2:44 PM IST

Kutch News : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાઈટ મેરેથોન, પેટેથોન અને સ્કેટેથોન યોજાશે, હેતુઓ જણાવી રહ્યાં છે અધિકારી
Kutch News : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાઈટ મેરેથોન, પેટેથોન અને સ્કેટેથોન યોજાશે, હેતુઓ જણાવી રહ્યાં છે અધિકારી

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છમાં પ્રથમ વખત " East Kutch Night Marathon " ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનનું આયોજન ડ્રગ્સની બદીથી બચવાનો સંદેશ આપવા માટે કરવામાં આવ્યું છે. સાથે જ લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ થાય તે પણ ઉદ્દેશ્ય છે.

કચ્છમાં પ્રથમ વખત આવી ઇવેન્ટ થશે

કચ્છ : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા 17મી ફેબ્રુઆરીના રોજ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કેટેગરીઓ જેવી કે 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ ત્રણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં લોકો પોતાની ક્ષમતા મુજબ ભાગ લઈ શકશે.

ડ્રગ્સની બદીના દુષ્પરિણામની જાગૃતિ કેળવાશે : પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા આ મેરેથોન લોકોમાં ડ્રગ્સની બદીના દુષ્પરિણામ થાય છે તેની જાગૃતિ તેમજ તેની ઉન્મુલન તથા લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ થાય તે હેતુસર કરવામાં આવ્યું છે. આ મેરેથોનના આયોજનમાં કચ્છના કોઈપણ સામાન્ય નાગરિક, શાળાના બાળકો, સીનીયર સિટીઝન ભાગ લઈ શકે છે.

સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે ઇસ્ટ કચ્છ નાઈટ મેરેથોન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા આગામી 17મી તારીખે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કેટેગરીમાં લોકો ભાગ લઈ શકશે અને આ મેરથોનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ડ્રગ્સની બદીમાં સંપડાઈને જીવન બરબાદ કરે છે તેમાંથી તેમને બચાવવા માટે અને જાગૃતિ લાવવા માટેનો છે. સાથે સાથે લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ લાવવા માટે પણ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.

પેટેથોન અને સ્કેટેથોનનું પણ આયોજન : 17મી ફેબ્રુઆરીના યોજાયેલ નાઈટ મેરેથોનના ભાગરૂપે 11મી ફેબ્રુઆરીના રોજ ડીપીટી ગ્રાઉન્ડ ખાતે બે ઈવેન્ટ રાખવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યનાં ડીજીપી વિકાસ સહાય ઉપસ્થિત રહેશે. આ બે ઇવેન્ટની વાત કરવામાં આવે તો એક પેટેથોન એટલે કે પાલતુ પ્રાણીઓની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાંજના સમયે સ્કેટિંગ ઇવેન્ટમાં સ્કેટેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કેટિંગમાં ઉત્સુકતા ધરાવતા અને સ્પોર્ટ્સમાં રસ દાખવતા લોકો ભાગ લઈ રહ્યા છે. આ મેરેથોનમાં ભાગ લેનાર તમામ ખીલડીઓને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કિટ પણ આપવામાં આવશે.

  1. Kutch News: સાયબર ક્રાઈમ અવેરનેસ માટે પતંગનો ઉપયોગ કરતી પૂર્વ કચ્છ પોલીસ, અનોખો પ્રયાસ
  2. Kutch Drugs Case : પૂર્વ કચ્છમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલો કોકેઈન ઝડપાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.