Kutch News: સાયબર ક્રાઈમ અવેરનેસ માટે પતંગનો ઉપયોગ કરતી પૂર્વ કચ્છ પોલીસ, અનોખો પ્રયાસ

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2024, 5:28 PM IST

thumbnail

કચ્છઃ  આજકાલ ઓનલાઈન ફ્રોડના કેસીસ વધી રહ્યા છે. અનેક નાગરિકો સાયબર ગઠિયાનો શિકાર બનીને નાણાં ગુમાવતા હોય છે. લોકોમાં સાયબર ક્રાઈમ અવેરનેસ આવે તે બહુ જરૂરી છે. તેથી પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વમાં સાયબર ક્રાઈમ અવરનેસનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓએ પતંગ મારફતે લોકોને સાયબર ક્રાઈમ બાબતે જાગૃતિ ફેલાવી છે. પતંગ પર સાયબર હેલ્પ લાઈન ડાયલ 1930 લખવામાં આવ્યું છે. લોકોની સાથે કોઈ પણ રીતે ઓનલાઇન છેતરપીંડી થાય તો સાયબર હેલ્પ માટે 1930 પર કોલ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. પતંગની સાથે Dial 1930 દર્શાવતું ફોઈલ બલૂન પણ ચગાવવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસ અવારનવાર સાયબર અવેરનેસના ક્રાયક્રમો હાથ ધરતી રહે છે. જેમાં આ પૂર્વ કચ્છ પોલીસનો અનોખો પ્રયાસ પણ સામેલ છે. પૂર્વ કચ્છમાં પોલીસના અનોખા પ્રયાસને બિરદાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.