ETV Bharat / state

Ahmedabad: કર્ણાવતી શહેર ભાજપ દ્વારા "વિકસિત ભારત સંકલ્પ પત્ર" અભિયાન લોન્ચ, નાગરિકો પાસેથી માંગશે સૂચનો

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 8:27 AM IST

Updated : Mar 7, 2024, 9:31 AM IST

અમદાવાદમાં કર્ણાવતી ભાજપે વિક્સિત ભારત સંકલ્પ પત્ર અભિયાન લોન્ચ કર્યુ છે. આ અભિયાન હેઠળ ચૂંટણી સંકલ્પ પત્ર બનાવવામાં માટે લોકો પાસેથી ઓનલાઇન અને ઓફલાઇન સુચનો મંગાવવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ અભિયાન લોન્ચ કર્યુ હતું.

Etv Bharat
Etv Bharat

અમદાવાદ: કર્ણાવતી શહેર ભાજપ દ્વારા "વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 - મોદી કી ગેરંટી" અભિયાનનો લોન્ચિંગ કાર્યક્રમ અમદાવાદ પશ્ચિમ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતાં.

કર્ણાવતી શહેર ભાજપ દ્વારા
કર્ણાવતી શહેર ભાજપ દ્વારા "વિકસિત ભારત સંકલ્પ પત્ર" અભિયાન લોન્ચ

મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રદેશના તમામ જિલ્લા અને મહાનગર ખાતે અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત પ્રજાજનોના સૂચન લઈને ભાજપ પોતાનું સંકલ્પ પત્ર તૈયાર કરશે. જનતા જનાર્દનની આશા અને અપેક્ષાઓનો સમાવેશ સંકલ્પ પત્રમાં કરવામાં આવશે. 2024ની લોકસભાની ચૂંટણીમાં "એક ભારત શ્રેષ્ઠ ભારત અને સબકા સાથ સબકા વિકાસ"ના નારા સાથે સરકાર લોકો વચ્ચે જશે.

કર્ણાવતી શહેર ભાજપ દ્વારા
કર્ણાવતી શહેર ભાજપ દ્વારા "વિકસિત ભારત સંકલ્પ પત્ર" અભિયાન લોન્ચ

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ વખતે મોદી કી ગેરંટી થકી અમે લોકો વચ્ચે જઈને સૂચનો માંગી રહ્યા છીએ. આ સૂચનો ફિજિકલ તેમજ ડિજિટલ પદ્ધતિ દ્વારા એકત્ર કરવામાં આવશે. મોદી કી ગેરંટી સૂચના પેટી વિધાનસભા વિસ્તાર સહ સાત જગ્યાઓ પર મુકવામાં આવશે. તે ઉપરાત નાગરિકો 9090902024 નંબર પર મિસકોલ કરીને પણ સુચનો આપી શકશે. નમો એપના માધ્યમથી અને ઇમેઇલથી સૂચનો સ્વીકારવામાં આવશે. આગામી 15મી માર્ચ સુધી સૂચનો ભેગા કરીને પ્રદેશમાં જુદા જુદા 17 વિભાગોમાં વર્ગીકરણ કરી કેન્દ્રીય કક્ષાએ મોકલવામાં આવશે.

કર્ણાવતી શહેર ભાજપ દ્વારા
કર્ણાવતી શહેર ભાજપ દ્વારા "વિકસિત ભારત સંકલ્પ પત્ર" અભિયાન લોન્ચ

15 લાખ જેટલા સૂચનો મેળવવાનો ટાર્ગેટ: વિકસિત ભારત એલઇડી વેન દ્વારા પણ સૂચનો એકત્રિત કરવામાં આવશે. ગુજરાતમાંથી આશરે 15 લાખ જેટલા સૂચનો મેળવવાનો ટાર્ગેટ છે. સમાજ જીવનના વિશિષ્ટ લોકો સાથે સંપર્ક કરવામાં આવશે અને સૂચનો મેળવવામાં આવશે. ભાજપના વિવિધ સેલ દ્વારા સંમેલનો- ગોષ્ઠિઓ યોજીને પણ સૂચનો મેળવવામાં આવશે.

  1. Dahod Lok Sabha Seat: દાહોદ બેઠક પર 2024ના ચૂંટણી પરિણામને અપક્ષો કરી શકે છે પ્રભાવિત
  2. Bharat jodo nyay yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે પહોંચશે ગુજરાત, જાણો યાત્રાની સંપૂર્ણ વિગત...
Last Updated : Mar 7, 2024, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.