ETV Bharat / state

Junagadh Lok Sabha Seat : જ્ઞાતિ જાતિના ગણિત ઉપરવટ જઈને પણ જુનાગઢ લોકસભા બેઠક જીતી શકાય

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 8:33 PM IST

જુનાગઢ લોકસભા બેઠક પર જ્ઞાતિ જાતિનું ગણિત અલગ રીતે કામ કરે છે. ગત ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ કોળી જ્ઞાતિના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારીને વિજેતા થવાનો દાવ ખેલ્યો હતો જેમાં ભાજપને સફળતા મળી હતી. જોકે અહીં જ્ઞાતિ જાતિના ગણિત સિવાય પણ કેટલીક બાબતો આગળ કરીને જીતી શકાય એવો રાજકીય નિષ્ણાતનો મત છે.

Junagadh Lok Sabha Seat : જ્ઞાતિ જાતિના ગણિત ઉપરવટ જઈને પણ જુનાગઢ લોકસભા બેઠક જીતી શકાય
Junagadh Lok Sabha Seat : જ્ઞાતિ જાતિના ગણિત ઉપરવટ જઈને પણ જુનાગઢ લોકસભા બેઠક જીતી શકાય

જ્ઞાતિ જાતિના ગણિત સિવાય પણ જીતી શકાય

જુનાગઢ : લોકસભાની સામાન્ય ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વની ગણાતી જુનાગઢ લોકસભા બેઠક પર જ્ઞાતિ જાતિનું ગણિત રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે ચોગઠા ગોઠવતા હોય છે. પાછલી બે ચૂંટણીથી ભાજપ અને કોંગ્રેસ કોળી જ્ઞાતિના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારીને વિજેતા થવાનો દાવ ખેલ્યો હતો જેમાં ભાજપને સફળતા મળી છે. પરંતુ કોઈ પણ રાજકીય પક્ષ જ્ઞાતિ જાતિના ગણિતને દર કિનાર કરીને કોળી જ્ઞાતિ સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને પસંદ કરે તો ચૂંટણીમાં વિજયની શક્યતાઓ વધી જાય છે.

ઉમેદવારોમાં જ્ઞાતિ જાતિના ગણિત : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આવા સમયે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવાને લઈને જ્ઞાતિ જાતિના ગણિત પર સૌથી વધારે નિર્ભર જોવા મળે છે. પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારો પર પસંદગી ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહ્યું અને પાછલા બે ચૂંટણીથી ભાજપએ જાહેર કરેલો કોળી ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યો છે. પરંતુ જુનાગઢ લોકસભા બેઠકમાં કોળી મતદારોને બાદ કરીને અન્ય મતદારો પણ ખૂબ જ નિર્ણાયક જોવા મળે છે. માત્ર જ્ઞાતિ જાતિના સમીકરણ યોગ્ય રીતે બેસાડવામાં આવે તો કોળી જ્ઞાતિ સિવાયનો ઉમેદવાર પણ જુનાગઢ લોકસભા બેઠક જીતીને સંસદ સુધી પહોંચવામાં સફળ બની શકે છે.

જુનાગઢે આપ્યા બિનકોળી સાંસદો : જુનાગઢ લોકસભા સીટ બિનકોળી સાંસદો આપવા માટે પણ જાણીતી છે. અહીંથી ભૂતકાળમાં નાનજીભાઈ વેકરીયા મો.લા પટેલ ભાવનાબેન ચીખલીયા ગોવિંદ શેખડા જશુભાઈ બારડ અને દિનુ સોલંકી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. આ તમામ વિજેતા પૂર્વ સાંસદો કડવા અને લેઉવા પાટીદારની સાથે આહીર અને કારડીયા રાજપુત સમાજમાંથી પણ આવ્યા છે. પાછલી બે ચૂંટણીથી કોળી જ્ઞાતિનો ઉમેદવાર જૂનાગઢના સાંસદ બનવામાં સફળ રહ્યો છે. જો આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ કોળી જ્ઞાતિ સિવાયના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે તો તે પણ સાંસદ બની શકે તેવી શક્યતાઓ જુનાગઢ સીટમાં જ્ઞાતિ અને જાતિનાસમીકરણ આજે પણ સ્પષ્ટ કરે છે.

જુનાગઢ સીટ પર જ્ઞાતિ જાતિના ગણિત : જુનાગઢ લોકસભા બેઠક 200 km ના સીધા પટ્ટામાં વિસ્તરેલી લોકસભા બેઠક છે. અહીં કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. પરંતુ સાથે સાથે લઘુમતી દલિત આહીર પાટીદાર અને બક્ષી પંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. કોઈ પણ રાજકીય પક્ષ કોળી સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે તો પાર્ટીના 10 ટકા મતની સાથે પાટીદાર દલિત અને મુસ્લિમ સમીકરણ સર્જાય તો કોળી જ્ઞાતિના સૌથી વધારે મત હોવા છતાં પણ કોળી જ્ઞાતિનો ઉમેદવાર જુનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી શકે છે.

  1. Junagadh Lok Sabha Seat: જૂનાગઢ લોકસભા બેઠક પર વિકાસ માટે શું પરિવર્તન થશે ?
  2. Kutch Loksabha Seat : કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલનની આશા કચ્છની જનતા આ વખતે કોંગ્રેસને જીતાડશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.