ETV Bharat / state

ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં ડૂબી રહેલી પ્રેમસાગર ફિશિંગ બોટમાંથી 5 માછીમારોનું રેસ્ક્યુ કર્યું - Indian Coast Guard

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 11:00 AM IST

Updated : Mar 25, 2024, 11:08 AM IST

ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 50 કિમી દૂર દરિયાની મધ્યમાં ડૂબી રહેલી ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોનું રેસ્કયુ કર્યું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડ
ભારતીય કોસ્ટ ગાર્ડ

પોરબંદર: ભારતીય કોસ્ટ ગાર્ડે પ્રેમસાગર જહાજમાં ડૂબી રહેલા તમામ પાંચ માછીમારોને બચાવ્યા હતા. તેમને તબીબી સહાય પૂરી પાડી પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

શું બન્યો હતો બનાવ

ગત 24 માર્ચના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો અને પ્રેમસાગર બોટ ડૂબતી હોય મદદ માટે અપીલ કરી હતી. આ સાથે મદદનીશ કમાન્ડર કાર્તિકેયન દ્વારા ICG ઇન્ટરસેપ્ટર શિપ C-161 ને તરત જ રવાના કરાયું હતું. પોરબંદરથી માછીમાર સમુદાયના માછીમારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. C-161 ફિશિંગ બોટની નજીકમાં થોડી જ વારમાં આવી પહોંચ્યું હતું, અને જરૂરી સહાયતા માટે ડેમેજ કંટ્રોલ ટીમ શરૂ કરી હતી. ટીમના પ્રયત્નોના પરિણામે બોટમાં પૂર આવવાનું અસ્થાયી રૂપે બંધ થયું અને બોટને બીજી ફિશિંગ બોટ દ્વારા ખેંચવામાં આવી હતી જો કે ફિશિંગ બોટ પહેલેથી જ 75 ટકા ભરાઈ ગઈ હોવાથી, તે પોરબંદરથી 12 કિલોમીટર દૂર ડૂબી ગઈ હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડ
ભારતીય કોસ્ટ ગાર્ડ

ICG જહાજ દ્વારા 5 માછીમારોનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બચી ગયેલા લોકોને પોરબંદર લાવીને ફિશરીઝ એસોસિએશનને સોંપવામાં આવ્યા હતા. જીલ્લા મુખ્ય મથક દક્ષિણ ગુજરાતના મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર પોરબંદર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડ
ભારતીય કોસ્ટ ગાર્ડ

કોસ્ટ ગાર્ડે કહ્યું કે કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-1 (દક્ષિણ ગુજરાત દમણ અને દીવ) ના મરીન રેસ્ક્યુ સબ સેન્ટરને ડૂબતી બોટ અને માછીમારો વિશે ફોન આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ ICG જહાજ C-16 તરત જ પોરબંદર જવા રવાના થયું હતું. ICGએ પ્રેમસાગર જહાજના પાંચેય માછીમારને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

  1. Drugs seized: પોરબંદરના દરિયામાંથી 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકના 6 આરોપીને પોરબંદર લવાયા
  2. Liquor Seized: ફિશિંગ બોટમાંથી ઝડપાયા દારુ બીયર, નશાકારક પદાર્થોની હેરફેર માટે કુખ્યાત થતું વેરાવળ
Last Updated : Mar 25, 2024, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.