ETV Bharat / state

ડાકોર બન્યું રણછોડમય, રંગની છોળો સાથે ભક્તોએ ઠાકોરના દર્શન સાથે હોળીની ઉજવણી કરી - Dakor Holi Celebrated 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 1:18 PM IST

ડાકોરમા હોળીની ઉજવણી
ડાકોરમા હોળીની ઉજવણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે ફાગણી પુનમના દર્શન કરવા ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટ્યો હતો. યાત્રાધામ ડાકોર ખાતે દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભાવિકો દિવસોથી પદયાત્રા કરી ડાકોર પહોંચ્યા હતા. જીલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પરંપરા અનુસાર પૂજા કરી ધજા ચઢાવી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ડાકોર બન્યું રણછોડમય

ખેડા: ડાકોર ખાતે ફાગણી પૂનમની ધામધુમપુર્વક ઉજવણી ચાલી રહી છે. વર્ષોથી ફાગણી પૂનમે યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્યામાં આવતા પગપાળા ભક્તો વહેલી સવારની મંગળા આરતીના દર્શન કરવા પહોંચ્યા હતા. ડાકોર ખાતે આજે ફાગણી પુનમ નિમિત્તે મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા.

ડાકોરમાં હોળીની ઉજવણી
ડાકોરમાં હોળીની ઉજવણી

મંદિર પરિસરમાં રંગની છોળો ઉડી: સવારે 4.00 વાગ્યે મંગળા આરતી શરૂ થઇ હતી. જે દરમ્યાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજ્જારો ભક્તોએ મંદિરમાં ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોળો ઉડાડી હતી. 9-00 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. જે બાદ ભગવાને ફુલડોલમાં બિરાજમાન થઈ સોના ચાંદીની પિચકારીથી ભાવિકો સાથે હોળી ખેલી હતી. રણછોડરાયજી મંદિર સહિત સમગ્ર શહેર રણછોડમય બન્યું હતું અને જય રણછોડ માખણ ચોરનો નાદ ચોતરફ ગુંજી ઉઠ્યો હતો.

ડાકોરમાં હોળીની ઉજવણી
ડાકોરમાં હોળીની ઉજવણી

મંદિરમાં પૂજા વિધિ કરાઈ: વહેલી સવારે રાજા રણછોડરાયની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્‍યાર બાદ વર્ષોથી ચાલી આવતા પરંપરા જાળવી રાખી જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ તથા ધજા ચઢાવવામાં આવી હતી. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઇજી બ્રીજેશકુમાર ઝાએ ડાકોર ફાગણી પૂનમ નિમિત્તે પૂજા અર્ચના કરી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

ડાકોરમાં હોળીની ઉજવણી
ડાકોરમાં હોળીની ઉજવણી

મંદિરના પૂજારી જનક મહારાજે જણાવ્યુ હતું કે મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન સાથે હોળી રમવા આવતા હોય છે. અબીલ ગુલાલ ઉડાડે છે. સવારથી સાંજ સુધી રણછોડરાયજી ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે.ભોગ લગાવાય છે. વિવિધ રંગોથી ભગવાન ભાવિકો સાથે ધુળેટી રમે છે. અમે સેવકો પણ ભગવાનને ધુળેટી રમાડીએ છીએ. બધા જય રણછોડ જય રણછોડ બોલતા જાય છે અને ભગવાનને રંગ નાંખતા જાય છે.

  1. મુલતાની માટીમાં હોળીની મોજ માણતાં સુરતીઓ તો ખાખી પણ હોળીના રંગમાં રંગાઈ, ગરબે ઝુમીને કરી હોળીની ઉજવણી - Holi Celebration 2024
  2. કચ્છના સફેદ રણમાં શ્રીકૃષ્ણ રંગે રંગાયા, ભક્તો સંગ હોળી રમતી AI તસવીરો થઈ વાયરલ - Lord Krishna Playing Holi AI Images
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.