ETV Bharat / state

અંધજનોની જિંદગીમાં રંગ પૂરાયા, પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના વિદ્યાર્થીઓએ કરી હોળીની ઉજવણી - Holi 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 12:06 PM IST

હોળીનો તહેવાર નજીક છે, ત્યારે પોરબંદરમાં હોળીની એક ખાસ ઉજવણી કરાઈ હતી. અહીં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે કિશન રાઠોડે ખાસ આયોજન કર્યું હતું. જેમાં ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા પણ સહભાગી થયા હતા.

પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાં હોળીની ઉજવણી
પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાં હોળીની ઉજવણી

અંધજનોની જિંદગીમાં રંગ પૂરાયા

પોરબંદર : ભારતીય સંસ્કૃતિમાં હોળીનું અનેરું મહત્વ છે. હોળીની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવતી હોય છે, ત્યારે પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાં અંધજનો અને દિવ્યાંગજનો સાથે હોળીના તહેવારની ઉજવણી કરી હતી. આ તકે અર્જુન મોઢવાડિયાએ પણ પ્રજ્ઞાચક્ષુઓ સાથે તિલક હોળી રમી જીવનમાં ખુશીના રંગ પૂર્યા હતા.

પ્રજ્ઞાચક્ષુઓ સાથે હોળીની ઉજવણી : પોરબંદરમાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાં કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા ડીજેના તાલે હોળીની ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ લોકોમાં વિશિષ્ટ શક્તિ રહેલી છે. તેમને રોજગારી અને રહેઠાણ જેવા અધિકાર મળે તે માટે પ્રયત્ન કરવા જોઈએ. હોળીની શરૂઆત કરી બધા દિવ્યાંગજનો સાથે તિલક હોળી રમી હોળીના બધા જ રંગ તેમના જીવનમાં પુરાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

કિશન રાઠોડની પહેલ : આ કાર્યક્રમના આયોજક કિશન રાઠોડે જણાવ્યું હતું કે, દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ દિવ્યાંગજનો સાથે હોળીની ઉજવણી કરી ખુશી અનુભવીએ છીએ. આ કાર્યક્રમમાં ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા પણ સહભાગી થયા હતા.

દિવ્યાંગ વિદ્યાર્થીનો પ્રતિભાવ : ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના વિદ્યાર્થી પરસોત્તમ પરમારે જણાવ્યું હતું કે, દિવ્યાંગો પ્રત્યે દયા અને લાગણી નહીં પરંતુ તેમને મળતા હક અને તક આપવામાં આવે તો તેમના જીવનમાં પરિવર્તન લાવી શકાય. જે રંગને જોઈ નથી શકતા, પરંતુ રંગની અનુભુતી મનથી કરી શકીએ છીએ.

  1. વિસનગરમાં રમાતી ખાસડા હોળીની અનોખી પરંપરા, જૂતાં મારો તો વર્ષ સારું જાય - Visnagar Khasda Holi 2024
  2. જાણો ડાકોરના ઠાકોરની હોળી વિશે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં રંગોત્સવની ધૂમ - Holi 2024 Dakor
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.