ETV Bharat / state

મુલતાની માટીમાં હોળીની મોજ માણતાં સુરતીઓ તો ખાખી પણ હોળીના રંગમાં રંગાઈ, ગરબે ઝુમીને કરી હોળીની ઉજવણી - Holi Celebration 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 11:59 AM IST

આજે દેશમાં હોળી બાદ ધૂળેટીનો તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં અનોખી રીતે મુલતાની માટીમાં લોકો હોળી રમતાં નજરે પડ્યાં હતા. જુઓ વીડિયો

Etv Bharat
Etv Bharat

HOLI CELEBRATION 2024

સુરત: હોળી એ રંગોનો તહેવાર છે. પરંતુ સુરત શહેરમાં સુરતીઓ અલગ જ મૂડમાં હોળી રમતા જોવા મળ્યા હતા. સુરતના લોકો મુલતાની માટીમાં હોળી રમતાં નજરે પડ્યા હતા.

મુલતાની માટીમાં હોળીની મોજ માણતાં સુરતીઓ
મુલતાની માટીમાં હોળીની મોજ માણતાં સુરતીઓ

મુલતાની માટીમાં હોળી રમ્યા સુરતીઓ: આમ તો લોકો કલર કે પછી કેસુડાથી હોલી રમતા હોય છે. પરંતુ સુરત ખાતે યુવાઓ બાળકો મુલતાની માટીની અંદર હોળી રમી રહ્યા હતા. મુલતાની માટી સ્કિન માટે ખૂબ જ લાભ કારી હોય છે. અનેક રંગો જ્યા સ્કિન નુકસાન પહોંચાડે છે ત્યારે સુરતીઓએ આ વખતે નવો પ્રયોગ કરતાં મુલતાની માટીની અંદર હોળીની મોજ માણી રહ્યા છે.

HOLI CELEBRATION 2024

હોળીના રંગમાં ખાખી પણ રંગાઈ: હોળીના રંગમાં ખાકી પણ રંગાઈ ગઈ હતી. લોકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતા પોલીસકર્મીઓ આજે હોળીના રંગોમાં સજ્જ જોવા મળ્યા હતા. સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર અને પોલીસ પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આજે પોલીસ કમિશનરના નિવાસસ્થાને હોળી રમતા જોવા મળ્યા હતા. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પણ હોળીના રંગો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. ડીજેના તાલે આજે પોલીસકર્મીઓ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને હોળીના રંગોમાં રંગાયા હતા.

HOLI CELEBRATION 2024
HOLI CELEBRATION 2024
HOLI CELEBRATION 2024
HOLI CELEBRATION 2024
  1. છોટાઉદેપુરમાં ભરાતા ભંગોરિયા હાટમાં ઉમટ્યાં હજારો આદિવાસીઓ, એકસરખા પહેરવેશ સાથે નાચગાન હોળીની ઉજવણી કરી - Chhotaudepur Bhangoria Haat
  2. સુરતના ઓલપાડમાં હોળી દહન બાદ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા - Walking On Burning Embers In Holi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.