ક્વાંટમાં હોળીના 4જા દિવસે યોજાય છે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો, INDIA ગઠબંધને શક્તિ પ્રદર્શનની તક ઝડપી લીધી - Holi 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 10:49 PM IST

Updated : Mar 28, 2024, 9:52 AM IST

ક્વાંટમાં હોળીના 3જા દિવસે યોજાય છે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો

આદિવાસી સમાજની અનોખી પરંપરા રીત રિવાજ અને માન્યતાઓ સાથે 20 દિવસ સુધી હોળી ઉત્સવ ઉજવાય છે. જેમાં કવાંટ ખાતે હોળીના 4થા દિવસે યોજાતો ગેરનો મેળો વિશ્વ વિખ્યાત બન્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Holi 2024 Adiwasi Culture Ger Melo Qwant 20 Days Festival

ગેરનો મેળો

છોટા ઉદેપુરઃ આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં હોળીના તહેવારનું સવિશેષ મહત્વ છે. તેથી જ હોળી પૂર્વેના ૮ દિવસ ના ભંગોરિયા મેળા અને હોળી બાદ અગિયારસ સુધી યોજાતા ભાતિગળ લોકમેળામાં લોકો ઉમટી પડતા હોય છે. હોળીના 4થા દિવસે યોજાતો ગેરનો મેળો ક્વાંટ ખાતે યોજાયો છે.

હેરિટેજ યાદીમાં સ્થાનઃ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની હેરિટેજ યાદીમાં કવાંટના ગેર મેળાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. વર્ષો જૂના આ ભાતિગળ લોકમેળાને કેમ ગેરના મેળા તરીકે ઓળખવામાં આવે છે એ વિશે પણ અનેક મત મતાંતરો પ્રવર્તમાન છે. ગેર એટલે ભેગુ કરવું અને ભેગા થવું તે અર્થ અનુસાર ગેરનો મેળો ઉજવાય છે.

શું શીખવે છે?: ગેર એટલે ભેગા થવું એ ઉપરાંત ભેગુ કરવું ઘેરૈયા ની ટીમ દ્વારા પરંપરા મુજબ ફરી ફરી ને દરેક ઘરે થી એક મુઠી ધાન કે નાણાં એકઠા કરવા માં આવે છે. જે અનાજ કે નાણાં ભેગા થયા હોય તે ટીમ ના સરખા હિસ્સે વહેંચવા માં આવે છે. એટલે કે ઘેરિયા લોકો પાસે માંગતા નથી પણ આજના આધુનિક યુગમાં સરખે હિસ્સે સહભાગીદારી દાખવી સુખ અને દુઃખના સમયમાં પણ સરખે હિસ્સે વહેચીને ખાવાની શીખ આપે છે.

ક્વાંટમાં હોળીના 3જા દિવસે યોજાય છે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો
ક્વાંટમાં હોળીના 3જા દિવસે યોજાય છે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો

ગેરૈયાઓના વિવિધ સ્વરુપોઃ સદીઓ પહેલાં થી હોળી ના ત્રીજા દિવસે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ના આદિવાસીઓ કવાંટ ખાતે મેળા માં ભેગા મળી પારંપરિક સંસ્કૃતિ મુજ્બ વાદ્ય સંગીત ના સાધનો સાથે નાચગાન કરતાં હતાં, એ સંસ્કૃતિ ને જાળવી રાખી આજે પણ આ કવાંટ નો ગેરનો ભાતિગઢ લોક મેળા મેળો યોજાઇ રહ્યો છે, જેમાં ગેરૈયાઓ વિવિધ પ્રકારના સ્વરુપ ધારણ કરતાં હોય છે એના પાછળ પણ અનેક માન્યતાઓ છુપાયેલી જોવા મળે છે.

ઘેરિયા બનવાની પરંપરાઃ હોળી બાદ કવાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા ઘેરિયાં બનવાની બાધા રાખતા હોય છે. એ મનોકામના પૂર્ણ થઈ હોય એ લોકો ઘેરીયાં નું સ્વરૂપ ધારણ કરતાં હોય છે. જેમાં પુરુષનું સ્વરૂપ ધારણ કરે તેને ધેરિયા અને સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે તેને ઘેરાણી અને કાળી મેશ સાથેનું વિચિત્ર સ્વરૂપ ધારણ કરે તેને કાની મીની તરીકે ઓળખવામાં આવે છે. 50 જેટલાં લોકો ઘેરૈયાનું સ્વરૂપ ધારણ કરે છે.કવાંટ સ્થિત યોજાતા વર્ષો જૂના ભાતીગળ લોકમેળામાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના લોકોએ પોતના વાદ્ય સંગીત ના સાધનો સાથે પરંપરા મુજબ નાચગાન કરી આદિવાસીઓની સાંસ્કૃતિક વિરાસત ને ઉજાગર કરી હતી.

ઈન્ડિયા ગઠબંધને શક્તિ પ્રદર્શનની તક ઝડપી લીધી

કૉંગ્રેસ અને આપનું શક્તિ પ્રદર્શનઃ સદીઓથી યોજાતા ભતિગળ લોકમેળો રાજકીય રંગે રંગાયો હતો. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ મોકો જોઈને ચોકો માર્યો. કવાંટ સ્થિત ભાતીગળ લોકમેળો લોકોની પરંપરા મુજબ લાખો લોકોની ઉપસ્થિતિમાં યોજાય છે. આ પરિસ્થિતિમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા અને પૂર્વે વિપક્ષ નેતા અને છોટા ઉદેપુર લોકસભા બેઠક ના ઉમેદવાર સુખરામ રાઠવા સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન કર્યુ હતું.

હું પણ દર્ષે યોજાતા ગેરના મેળામાં ગેરૈયો બનું છું. જો કે આ વર્ષે મને ષડયંત્ર કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો અને નર્મદા જિલ્લામાં મારે પ્રવેશવાની મનાઈ છે. તેથી હું આ તક મેળવી શક્યો નથી. જો કે અહીં અમને આમંત્રણ મળ્યું અને પ્રચંડ જનસમર્થન મળ્યું છે...ચૈતર વસાવા(ભરુચ લોકસભા બેઠક ઉમેદવાર, ઈન્ડિયા ગઠબંધન)

26 બેઠકો જીતશુ, 5 લાખ મતોની લીડ મેળવશું આ બધો ભાજપનો અહંકાર છે. અમને આજે અહીં બહુ જોરદાર જન સમર્થન મળી રહ્યું છે...શક્તિ સિંહ ગોહિલ(પ્રદેશ પ્રમુખ, ગુજરાત કૉંગ્રેસ)

  1. Jamnagar Lok Mela: જન્માષ્ટમી મેળા બાદ જામનગરના કાલાવડ ખાતે ભાતિગર લોકમેળાની રમઝટ
  2. Rajkot Lok Mela: રાજકોટના લોકમેળામાં તસ્કરોનો આતંક, 27 જેટલા શખ્સો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી
Last Updated :Mar 28, 2024, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.