ETV Bharat / state

ઉમરપાડા તાલુકામાં બરફના કરા સાથે વરસાદ, ઠંડા પ્રદેશ જેવા દ્રશ્યો સર્જાયા - Unseasonal Rain fallen in Umarpada

author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 10:01 PM IST

સુરત જિલ્લાના ચેરાપુંજી ગણતા ઉમરપાડા તાલુકામાં ગતરોજ ભારે પવનની ગતિ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.વરસાદ દરમિયાન બરફના કરા પણ પડયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. Unseasonal Rain fallen in Umarpada taluka

ઉમરપાડા તાલુકામાં બરફના કરા સાથે વરસાદ
ઉમરપાડા તાલુકામાં બરફના કરા સાથે વરસાદ (Etv Bharat Gujarat)

ઉમરપાડા તાલુકામાં બરફના કરા સાથે વરસાદ (Etv Bharat Gujarat)

સુરત: સુરત જિલ્લામાં ગતરોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાતે 10 વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી, જેમાં અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.જેને લઇને જન જીવન પ્રભાવિત થયું હતું.ત્યારે ગતરોજ સાંજે સુરત જિલ્લાના ચેરાપુંજી ગણતા ઉમરપાડા તાલુકામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય એવો માહોલ ભર ઉનાળે જોવા મળ્યો હતો.

ઉમરપાડા તાલુકામાં કરા સાથે વરસાદ
ઉમરપાડા તાલુકામાં કરા સાથે વરસાદ (Etv Bharat Gujarat)

ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડયું હતું.તેમજ ઉમરપાડા તાલુકાના માંડણપાડા સહિતના ગામોમાં મોટા મોટા બરફના કરા પણ પડયા હતા.જેને લઇને કાશ્મીર જેવા ઠંડા પ્રદેશ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ભર ઉનાળે થયેલ માવઠાને લઈને કેરી,તુવેર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

ઉમરપાડા તાલુકામાં કરા સાથે વરસાદ
ઉમરપાડા તાલુકામાં કરા સાથે વરસાદ (Etv Bharat Gujarat)

માંડણ પાડા ગામના સરપંચ સુનીલ ભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ગતરોજ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.અને બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો.બરફના કરા પડતાં જાણે ઠડા પ્રદેશમાં હોય એ એવો અહેસાસ સૌ ને થયો હતોય

  1. પાણીની બુંદ બુંદ માટે પરીશ્રમ, આ છે પ્રગતિશીલ ગુજરાતના ખોબા જેવડા ખડકવાળ ગામની વાસ્તવિક્તા - Shortage of drinking water
  2. ભરઉનાળે આફત આવી, ગુજરાતમાં કેટલું કમોસમી નુકસાન વરસ્યું, જુઓ આંકડા... - Gujarat unseasonal rain
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.