ETV Bharat / state

ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, સફેદ રણ નજીક સવારના 5:08 વાગ્યે 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો - kutch earthquake

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 12:28 PM IST

સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 5:08 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

KUTCH EARTHQUAKE
KUTCH EARTHQUAKE

કચ્છ : કચ્છના સરહદી વિસ્તારમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ત્યારે આજે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં સવારના 5:08 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓ અનુભવાય છે. આજે સવારના 5:08 કલાકેની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ખાવડાથી 21 કિલોમીટર દૂર વેસ્ટ - નોર્થ વેસ્ટમાં સફેદ રણ નજીક નોંધાયો હતો.

ખાવડા વિસ્તારમાં નોંધાયો આંચકો

પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તા ખાવડા પાસે આંચકો અનુભવાયો હતો.

4થી વધુ તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય

કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.