ETV Bharat / state

વન વિભાગે કોડીનાર નજીક બે સિંહ બાળનું કર્યું રેસ્ક્યુ, બચ્ચાનો સિંહ પરિવાર સાથે મેળાપ કરાવતા લોકોએ લીધો રાહતનો શ્વાસ - JUNAGADH LION CUB RESQUE WILDLIFE

author img

By ETV Bharat Gujarati Team

Published : May 19, 2024, 12:18 PM IST

કોડીનારના નવાગામ વિસ્તારમાં સિંહ પરિવાર આવી ચડતા આ વિસ્તારના ખેડૂતોની સાથે સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે વન વિભાગે બે દિવસની ભારે જહેમત બાદ સિંહ પરિવારના બે બચ્ચાને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સિંહ અને સિંહણ સાથે મિલન કરાવતા કોડીનાર પંથકમાં સિંહોની ડણકની વચ્ચે લોકોએ હાશકારો મેળવ્યો છે. JUNAGADH LION CUB RESQUE WILDLIFE

સિંહના બચ્ચને રેસ્ક્યુ કરવું મુશ્કેલ
સિંહના બચ્ચને રેસ્ક્યુ કરવું મુશ્કેલ (Etv Bharat Gujarat)

વન વિભાગે કોડીનાર નજીક બે સિંહ બાળનું કર્યું રેસ્ક્યુ (ETV Bharat Gujarat)

કોડીનાર: કોડીનાર પંથકમાં છેલ્લાં દસ દિવસથી એક સિંહ પરિવારની સતત અવર-જવર વચ્ચે સ્થાનિક લોકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. દસ દિવસથી સિંહ-સિંહણ અને તેના બે બચ્ચા ખાનગી કંપનીના રહેણાંક વિસ્તારમાં સતત જોવા મળતા હતા. જેને કારણે લોકો સાથે ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને ખાસ કરીને ખેડૂતો પણ મુંઝવણમાં મુકાયા હતા.

સિંહ બાળનું કર્યું રેસ્ક્યુ
સિંહ બાળનું કર્યું રેસ્ક્યુ (ETV Bharat Gujarat)

સિંહ પરિવારને માનવ વસ્તીથી દૂર કરવા માટે બે દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને આજે તેમાં સફળતા મળી હતી. સિંહ અને સિંહણ રેવન્યુ વિસ્તારમાં જતા રહે છે પરંતુ તેના બે બચ્ચા સતત રહેણાંક વિસ્તારમાં જોવા મળતા હતા. જેને આજે એકદમ સફળતાપૂર્વક વન વિભાગે રેસ્ક્યૂ કરીને સિંહ અને સિંહણ સાથે મિલન કરાવીને સિંહ પરિવારને જંગલ વિસ્તારમાં પરત મોકલ્યો છે.

વનવિભાગે 2 સિંહ બાળનું કર્યું રેસ્ક્યૂ
વનવિભાગે 2 સિંહ બાળનું કર્યું રેસ્ક્યૂ (ETV Bharat Gujarat)

સિંહના બચ્ચાનું રેસ્ક્યૂ: વન વિભાગ દ્વારા સિંહ પરિવારનું આ રેસક્યૂ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. સામાન્ય રીતે પુખ્ત થયેલા સિંહ કે સિંહણને બેભાન કરીને પાંજરે પુરવામાં આવે છે પરંતુ નાના બચ્ચાને બેભાન કર્યા વગર તેને પકડીને પાંજરે પુરવાનું ખૂબ જ મુશ્કેલ કામ વન વિભાગના કર્મચારીઓએ કર્યું છે. બચ્ચાનું રેસ્ક્યૂ કર્યા બાદ વન વિભાગ દ્વારા તેને સિંહ અને સિંહણ સાથે મિલન કરાવીને પરત જંગલ વિસ્તારમાં મોકલી આપવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોએ ખૂબ જ હાસકારો લીધો છે. પરંતુ સતત લોકોની વચ્ચે સિંહ પરિવારની હાજરી ખાસ કરીને ખેડૂતો અને સ્થાનિક લોકોને ખૂબ જ દુવિધામાં નાખે છે. ભય ના માર્યા આ લોકો ખેતર કે ઘરની બહાર નીકળતા પણ નથી, ત્યારે ફરી પાછો સિંહ પરિવાર આ વિસ્તારમાં ના આવે તેનું સતત ધ્યાન રાખવામાં આવે એેના માટે ગામ લોકો વન વિભાગને વિનંતી કરી રહ્યા છે.

  1. જૂનાગઢ મ્યુઝિયમમાં નવાબી શાસનકાળની ઝાંખી કરાવતો દરબાર હોલ આકર્ષણનું કેન્દ્ર - Junagadh Nawabi Heritage
  2. આજે અમિત શાહ પ્રયાગરાજ અને જૌનપુરમાં સંબોધશે જનસભા, વિપક્ષના આરોપો પર આપશે જડબાતોડ જવાબ - Amit Shah public meeting
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.