ETV Bharat / state

Citizen Amendment Act : ભારત સરકારે કરી સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ લાગુ કરવાની જાહેરાત, ગુજરાત સરકારે આવકારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 8:05 AM IST

Citizen Amendment Act : ભારત સરકારે કરી સિટીઝન અમેન્ટમેન્ટ એક્ટ લાગુ કરવાની જાહેરાત,  ગુજરાત સરકારે આવકારી
Citizen Amendment Act : ભારત સરકારે કરી સિટીઝન અમેન્ટમેન્ટ એક્ટ લાગુ કરવાની જાહેરાત, ગુજરાત સરકારે આવકારી

આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તેવામાં કેન્દ્ર સરકારે મોટો દાવ રમી નાખ્યો છે. મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો, સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ- (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ અંગે ગુજરાત સરકારની પ્રતિક્રિયા સામે આવી છે.

ગુજરાત સરકારની પ્રતિક્રિયા

ગાંધીનગર : આજથી દેશમાં નાગરિકતા સંશોધન કાયદો સત્તાવાર રીતે લાગુ થઈ જશે. રાજ્ય સરકારે દેશમાંથી સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ લાગુ થઈ જતા ખુશી વ્યક્ત કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે મોદી સરકારે ચૂંટણીમાં આપેલી તમામ ગેરંટીઓ પૂર્ણ કરી છે. તે પૈકીની આજે સીએએ ગેરેન્ટી પૂર્ણ થઈ છે.

પાડોશી દેશાના લોકોને ભારતમાં નાગરિકતાનો કાયદો આ કાયદાના અમલ સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધર્મના કારણે પ્રતાડિત હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા મળશે. હાલમાં પણ આ દેશોના લઘુમતી ધર્મના નાગરિકો માટે શરણાર્થી કાયદો લાગુ છે. પરંતુ સી એ એ લાગુ થવાથી તેઓને ખૂબ ઝડપથી ભારતીય નાગરિકતા મળી જશે.

ભારત સરકારે અભૂતપૂર્વ પગલું ભર્યું તેમણે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતી ધર્મના લોકોને રહેવું મુશ્કેલ છે. સીએએ કાયદો ભારત સરકારે વર્ષ 2019 માં પાસ કર્યો હતો. પરંતુ, કોરોનાને કારણે તેનો નોટિફિકેશન બહાર પડ્યું ન હતું. આજે વિધિવત રીતે સીએએ કાયદાનો નોટિફિકેશન જાહેર થઈ જતા આ કાયદો અમલમાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારની વધુ એક ગેરંટી પૂર્ણ થઈ છે. ભાજપે આપેલા કલમ 370 નાબુદી, રામ મંદિર નિર્માણ અને સીએએ પૂર્ણ થયા છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી અત્યાચારો સહન કરતા લઘુમતી ધર્મના નાગરિકો માટે ભારત સરકારે અભૂતપૂર્વ પગલું ભર્યું છે.

વિરોધને લઇને તંત્ર સતર્ક : હવે પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાનના બિનમુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતાનો માર્ગ મોકળો થયો છે. સીએએ લાગુ થવાથી ભારતના ત્રણ પાડોશી દેશના બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. સીએએ બંને ગૃહોમાંથી પાસ થયાને પાંચ વર્ષનો સમય વીતી ચૂક્યો છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દેશભમાં સીએએ લાગુ કરાયો છે. સીએએ જ્યારે લાગુ થયો હતો ત્યારે દેશમાં કેટલીક જગ્યાએ ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા હતાં તેથી પોલીસે અમદાવાદ સહિત રાજ્યમાં ચાંપતી નજર રાખી છે.

  1. સુરતમાં 20 વર્ષથી રહેતાં 10 હિન્દુ પાકિસ્તાની નાગરિક ભારતની નાગરિકતા માટે વલખી રહ્યાં છે
  2. Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા CAA લાગુ કરીશું: અમિત શાહ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.