ETV Bharat / state

Fake Govt Job Scam: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરકારી નોકરીની ખોટી જાહેરાત છાપામાં આપી છેતરતી દિલ્હી ગેંગ ઝડપી લીધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 5:06 PM IST

સરકારી નોકરીની ખોટી જાહેરાત છાપામાં આપી છેતરતી દિલ્હી ગેંગ ઝડપાઈ
સરકારી નોકરીની ખોટી જાહેરાત છાપામાં આપી છેતરતી દિલ્હી ગેંગ ઝડપાઈ

છાપામાં સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન, ન્યૂ દિલ્હીના નામથી ખોટી જાહેરાત આપી લોકોને નોકરી અપાવવાના બહાને છેતરપીંડી કરતી દિલ્હી ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ(શહેર) દ્વારા ઝડપી લેવામાં આવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Fake Advertisement Scam Ahmedabad Crime Branch Delhi Gang Fake Job Cheating

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી ન્યૂઝ પેપરમાં સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન, ન્યૂ દિલ્હીના નામથી ગુજરાતના દરેક જીલ્લામાં સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, કાર્યકર્તા અને સહાયક વિગેરે જેવી પોસ્ટ માટે અલગ-અલગ પગારથી ભરતી કરવાની જાહેરાત છપાતી હતી. આ જાહેરાતને ફેસબૂક તથા ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવી હતી. જો કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ જાહેરાત મારફતે નોકરીની લાલચ આપી છેતરપીંડી કરતી દિલ્હી ગેંગને ઝબ્બે કરી લીધી છે.

નકલી વેબસાઈટ પણ બનાવીઃ દિલ્હી ગેંગના ઠગબાજોએ નકલી નોકરી આપવા માટે નકલી વેબસાઈટ પણ બનાવી હતી. https://www.swasthyagraminkalyansansthan.com નામની વેબ સાઈટ ઉપર ગુજરાત તથા મધ્ય પ્રદેશના ઘણા લોકોએ પોતાને નોકરી મળશે તેવી લાલચમાં આવીને ફોર્મ ભરેલા. ત્યારબાદ ચીટરો ફી પેટે રકમ રૂ.2450/- ઓનલાઈન ભરાવતા હતા. નોકરી ઈચ્છુક ઉમેદવારોને દિલ્હી ગેંગ ટ્રેનિંગમાં પણ મોકલવાના છે તેમ જણાવી વધુ રકમ ખંખેરી લેતી હતી.

6 સંસ્થામાં નોકરીની લાલચઃ આરોપીઓ ઉમેદવારોને સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન, ગ્રામીણ જન સ્વાસ્થ્ય સંસ્થાન, શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાન, ભારતીય કૃષિ ગ્રામીણ અનુસંધાન સંસ્થાન, રાષ્ટ્રીય ગ્રામીણ શિક્ષા મિશન અને રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ અનુસંધાન સંસ્થાન એમ કુલ 6 સંસ્થાઓમાં નોકરીની લાલચ આપતા હતા.

પોલીસ કાર્યવાહીઃ અમદાવાદ શહેર કાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્ન દ્વારા આપવામાં આવેલ સૂચના અનુસાર મદદનીશ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ પી.આઈ. બી એમ કાતરીયા તથા પો.સ.ઈ. કે એલ ખટાણાની ટીમ દ્વારા આ છેતરપીંડીના ભોગ બનનાર વ્યક્તિઓને શોધવા તેમજ છેતરપીંડી કરતા ઈસમો સુધી પહોંચવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

3 ઝડપાયાઃ આ છેતરપીંડી કરનારા 3 આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ન્યૂ દિલ્હીથી ઝડપી લીધા હતા. આરોપીઓમાં અકરમ અસ્પાક હુસેન તુર્ક, ઉ.વ.49, રહે. સી/11, ગલી નં-2 જૂના ગોબીનપુરા, પુર્વ દિલ્હી, મનોજકુમાર શર્મા, ઉ.વ.52, રહે. બી/33, કાલા એન્કલેવ, ગામ-ખોના, તા.જી.ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશ, શિવશંકર વૃંદાવન અવસ્થી, ઉ.વ.55, રહે.ધરમપાલ ચક્કીવાળાના મકાનમાં, વંદના એન્કલેવ, પોસ્ટ ઓફીસ સામે, ગામ-ખોળા, તા.જી.ગાજીયાબાદ, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન, 1 લેપટોપ તેમ કુલ રુ. 48,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

  1. Online Cheating: રમકડાંની નકલી વેબસાઈટ બનાવીને 3500 લોકોને છેતરતા 3 ઝડપાયા, 13 લાખથી વધુની છેતરપીંડી
  2. US Court: વૃદ્ધ અમેરિકન મહિલા સાથે છેતરપીંડી બદલ એક ભારતીયને અમેરિકન કોર્ટે 51 મહિનાની જેલની સજા ફટકારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.