ETV Bharat / state

NCC Paper Leak: એનસીસી ‘સી’નું પેપરલીક થતાં પરીક્ષા રદ્દ, રાજ્યના પરીક્ષાર્થીઓમાં રોષ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 19, 2024, 3:39 PM IST

Updated : Feb 19, 2024, 4:54 PM IST

ગુજરાતમાં જાહેર પરીક્ષાના પેપર લીક થવાનો વિક્રમ બનતો જાય છે. છેલ્લા દસકામાં 15થી વધુ જાહેર પરીક્ષાઓના પેપર લીક થતાં લો-કમિશનના રિપોર્ટ આધારે સરકારે પેપર લીકના મામલે કડક કાયદાની સજાના કાયદા કર્યા છે. રવિવારે આયોજિત NCC સર્ટિફિકેટનું પેપર લીક થતા ફરીથી રાજ્ય સરકારની ટીકા શરુ થઈ ગઈ છે.

NCC Paper Leak:
NCC Paper Leak:

અમદાવાદ: રવિવારે એટલે કે 18, ફેબ્રુઆરીનો દિવસ NCC સર્ટિફિકેટની પરીક્ષાની તૈયારી કરનારા માટે દુઃખદ રહ્યો હતો. દેશમાં NCC સર્ટિફિકેટની પરીક્ષા હાથ ધરાવાની હતી. રાજ્યમાં સી-સર્ટિફીકેટ સાથે એરફોર્સને લગતી પરીક્ષાનું પેપર હતું.

NCCની પરીક્ષા રદ્દ: રાજ્યના રાજકોટની ચાર બટાલિયનના 827 ઉમેદવારો તો ભાવનગર-અમરેલીના 448 પરીક્ષાર્થીઓ ભાવનગર ખાતે NCC સર્ટિફિકેટની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પહોંચે એ પહેલા પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ્દ કરવાના સમાચારો આવ્યા હતા. રાજ્યમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરના કેડેટ પરીક્ષાનું પેપર લીક થવાના કારણે પરીક્ષા જ રદ્દ થતા રોષે ભરાયા હતા.

પરીક્ષાર્થીઓમાં હોબાળો: રાજ્યમાં NCC સર્ટિફિકેટની પરીક્ષા 18 ફેબ્રુઆરીના રોજ આયોજિત હતી. પણ રાજ્યમાં અન્ય જાહેર પરીક્ષાના પેપરો ફૂટ્યા છે એમ NCC સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર પણ પરીક્ષાના એક કલાક પહેલા લીક થતાં પરીક્ષાર્થીઓમાં હોબાળો મચ્યો હતો. NCC સર્ટિફિકેટની પરીક્ષા રદ્દ કરવી પડી હતી. NCC સર્ટિફિકેટની પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના કુલ મળીને 448 પરીક્ષાર્થીઓ પેપર આપવાના હતા. જો કે આ બાબતે NCC તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

નવયુવાનોના ભવિષ્ય સાથે ભાજપ સરકારની રમત - મનીષ દોશી

નવયુવાનોના ભવિષ્ય સાથે ભાજપ સરકારની રમત - મનીષ દોશી

યુવાનો મહેનત કરીને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશની રાષ્ટ્રીય ભાવના સાથે ભવિષ્યમાં ડિફેન્સથી માંડીને અન્ય સરકારી કામોમાં જે સર્ટિફિકેટના અનેક પ્રકારના ફાયદા હોય છે તેને માટે NCCની પરીક્ષા આપતાં હોય છે. તેવા સંજોગોમાં એનસીસીની પરીક્ષા સર્ટિફિકેટના પેપર ગુજરાતમાંથી ફૂટે મને લાગે આનાથી મોટો કમનસીબી કોઇ હોઇ શકે નહીં. ગુજરાતમાં સરકારી નોકરીઓ માટેની ભરતી પરીક્ષામાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. નવયુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાર ગુજરાતની ભાજપા સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર આ ભ્રષ્ટાચારના મુદ્દે મૌન છે.

પેપર લીક વિરુદ્ધના કાયદાનો શું અર્થ - પ્રવિણ રામ

પેપર લીક વિરુદ્ધના કાયદાનો શું અર્થ - પ્રવિણ રામ

NCC સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર ભાવનગર ખાતે લીક થતા રાજ્યમાં ફરીથી પેપર લીકના મુદ્દે સરકારની ટીકા શરુ થઈ છે. રાજ્યમાં એક દસકામાં 15 જેટલી મહત્વની જાહેર પરીક્ષાના પેપર લીક થતા પહેલા રાજ્ય સરકારે કડક કાયદો કરીને જેલ અને દંડની જોગાવાઈ કરતો કાયદો ઘડ્યો છે. આમ આદમી પાર્ટીના નેેતા પ્રવીણ રામે ભાવનગર ખાતે NCC સર્ટિફિકેટની પરીક્ષાના પેપર લીકની ઘટનાને રાજ્ય સરકાર માટે શરમજનક ઘટના ગણાવી છે. પ્રવીણ રામે કહ્યું છે ભાજપ સરકાર માટે જાણે પેપર લીક એ વ્યસન બન્યું છે. ભાજપ સરકારને જાહેર પરીક્ષાના પેપર લીક ન થાય તો મજા આવતી નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારે પેપર લીકના આરોપીઓ સામે ઘડેલા કડક કાયદા પણ પેપર લીકને અટકાવી શકતા નથી, તો ભાજપ સરકારે રાજીનામું આપવું જોઇએ.

  1. પેપર ફૂટ્યા-સપના તૂટ્યા, શું કાયદો બનવાથી ગુજરાતમાં પેપર લીકની પરંપરા અટકશે ?
  2. રાજસ્થાનમાં ભાજપ સરકારનો મોટો નિર્ણય, પેપર લીક-સંગઠિત ગુના અંગે SIT અને ટાસ્ક ફોર્સની રચના
Last Updated :Feb 19, 2024, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.