ETV Bharat / state

ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર, જાણો ક્યાં મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈ રહી છે ? - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 4:00 PM IST

Updated : Apr 30, 2024, 6:22 PM IST

Etv Bharat
Etv Bharat

ભાવનગર શહેરમાં લોકસભા બેઠકને લઈને દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાવનગરના આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરીને લોક સમર્થન મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી કયા મુદ્દાને લઈને જઈ રહી છે તેને લઈને ETV BHARAT દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના મુદ્દાઓને દર્શાવ્યા હતા.

ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર

ભાવનગર: લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી બોરતળાવ વોર્ડમાં લોકો સમક્ષ મોંઘવારી, શિક્ષણ અને કૃષ્ણકુમારસિંહજીના મુદ્દાને લઈને ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે. ત્યારે ETV ભારતની ટીમ લોકોનો પ્રતિસાદ જાણવા માટે લોકો વચ્ચે પહોંચી હતી અને લોકોના મુદ્દાઓ અને ઇન્ડિયા ગઠબંધનને લઈને લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર

'અત્યારે જે મહત્વનો મુદ્દો છે બેરોજગારી. ભાજપે કોઈ રોજગારી આપી નથી. નાનામાં નાના માણસને શિક્ષણ ફ્રી મળવું જોઈએ. અમે સ્વચ્છતા, બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છીએ. અત્યારે ખૂબ સમર્થન અમને મળી રહ્યું છે. લોકોએ પોતાની સમસ્યાઓ દર્શાવી છે કે મોંઘવારી છે, સ્વચ્છતાના મુદ્દા અને શિક્ષણના મુદ્દા જણાવી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવામાં આવે તે અમારી પહેલી પણ માંગ છે.' - મહેન્દ્રસિંહ સરવૈયા (પ્રમુખ, બોરતળાવ વોર્ડ,આમઆદમી પાર્ટી,ભાવનગર)

ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર

આમ આદમી પાર્ટી પાંખના મહિલા આગેવાને મહિલાઓની સમસ્યાઓને લઈને શું કહ્યું ?

ડોર ટુ ડોર પ્રચાર કરતા આમ આદમી પાર્ટી પાંખના મહિલા આગેવાન સોનલબેન પટેલે જણાવ્યું હતું કે અમે જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ કે ઘરે જઈએ છીએ, ત્યારે મહિલાઓનો પહેલો પ્રશ્ન એ હોય છે કે અમને પૂરતું પાણી નથી મળતું. સૌથી મોટી પ્રશ્ન હોય છે કે મોંઘવારી એટલી છે કે ઘરનું અમારે પૂરું નથી થતું. ગમે એટલા પૈસા હોય તોય પૂરું નથી થતું. એટલે મહિલાઓના નાના મોટા એવા અનેક મુદ્દાઓ છે કે જે મહિલાઓ અમારી સમક્ષ રજુ કરે છે. જેમ કે મહિલાઓને એક એક હજાર રૂપિયા સન્માન રાશિ આપવામાં આવે, મહિલાઓને બસ સુવિધા ફ્રી કરવામાં આવે જેથી તેના ઘણા પૈસા બચી જશે તો તે બીજી જગ્યાએ લોકો વાપરી શકશે.

ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર

કોંગ્રેસની ભૂમિકા પ્રચારમાં પણ અહમ કેમ ?

ભાવનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા નથી. પરંતુ ઇન્ડિયા ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના પ્રચાર અર્થે આમ આદમી પાર્ટી સાથે કોગ્રેસ તાલથી તાલ મેળવીને પ્રચારમાં રસ લઈ રહી છે. ત્યારે આ મામલે મહિલા કોંગ્રેસના મુમતાઝબેને જણાવ્યું હતું કે કોંગ્રેસ તો પોતાનો રોલ એ માટે ભજવે છે કે ઓલ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને બે જ ટિકિટ ભરૂચ અને ભાવનગરમાં ફાળવવામાં આવી છે. એમને અમે પુરો સપોર્ટ કરીએ છીએ. જો ઇન્ડિયા ગઠબંધન જીતશે તો એ કોંગ્રેસની પણ જીત હશે અને આમ આદમી પાર્ટીની પણ જીત હશે. અમને પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ છે. અમે પ્રચાર કરીએ છીએ ત્યાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
ભાવનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
  1. છોટાઉદેપુરમાં એક દાયકાથી વણઉકેલાયેલા પ્રશ્નો, અંતરિયાળ ગામોના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો, શું છે સમસ્યા ? - Chotaudepur Local Issue
  2. જયેશ રાદડિયાએ ભાજપ સામે બળવો કર્યો હોવાની વાત ઈરાદાપૂર્વક પાર્ટીને બદનામ કરવા ફેલાવવામાં આવી - Dilip Sanghani Reaction
Last Updated :Apr 30, 2024, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.