ETV Bharat / state

શું રાજપૂત સમાજની માફી માંગવામાં રૂપાલાએ દલિત સમાજનું અપમાન કર્યું ? શક્તિસિંહનો વાકપ્રહાર - SHAKTISINH ISUDAN PRAHAR

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 7:47 PM IST

ભાવનગર લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારની જાહેરાત થઈ છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન માટે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ હાજરી આપીને કેન્દ્ર અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલ અને ઈશુદાન ગઢવીએ શું કહ્યું જાણો.

Bhavnagar Lok Sabha
Bhavnagar Lok Sabha

Bhavnagar Lok Sabha

ભાવનગર: લોકસભા બેઠકને પગલે ઇન્ડિયા ગઠબંધન દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીની હાજરીમાં કાર્યાલયનું ઉદઘાટન થયું હતું. જો કે બંને નેતાઓએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસની બાકી સાત બેઠકો ઉપરના ઉમેદવાર અને રાજપૂત સમાજના ચાલતા વિરોધ વચ્ચે શક્તિસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ઈશુદાન ગઢવીનો પ્રહાર: ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પહેલા તો ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવાનું શરૂ કર્યું, કેટલા નિમ્ન કક્ષાના છે રાજનેતાઓ ભાજપના, કે જેમણે મને એ હદે વિરોધ કરવાનો શરૂ કર્યું, પછી એમને મહારાષ્ટ્રમાં સરકારો તોડવાનું કામ કર્યું, પછી બિહારમાં ફરીથી હેરાન કરવાનું શરૂ કર્યું, એમણે ઝારખંડમાં કોશિશ કરી અને પછી ઝારખંડના મુખ્યમંત્રીને પણ જેલમાં નાખ્યા, પછી માનનીય અરવિંદજીને પણ જેલમાં નાખ્યા અને કાલે તમે જોયું હશે કે સંજયસિંહને લઈને સુપ્રીમ કોર્ટે કીધું કે આમાં કઈ પુરાવા જ નથી, આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું.

ચૂંટણી પ્રચારમાં સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેનની આવવાની શક્યતા: ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે માનનીય સુનિતા કેજરીવાલ પણ પ્રચાર કરવા ગુજરાત આવે, હેમંત સોરેનના વાઈફ કલ્પનાબેન સાથે પણ અમારી ચર્ચા ચાલી રહી છે. સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો 26 બેઠક કઈ રીતે જીતી શકે એના માટે અમે લાગી પડ્યા છીએ. આજે પણ તમે જોયું હશે અને 26 બેઠક ઉપર તમામ જગ્યાએ અમારી સ્ટ્રેટેજી, અમારા કાર્યકર્તાઓનુ લિસ્ટ, અમારી જે વ્યવસ્થાઓ છે અને ખૂબ મજબૂતાઈથી અમને વિશ્વાસ છે કે ખૂબ સારુ રિઝલ્ટ આવશે.

શક્તિસિંહે જણાવી રણનીતિ: શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે આ અમારી એક સ્ટ્રેટેજી છે. હજી જાહેરનામું બહાર પડશે 12 એપ્રિલે. ફોર્મ ભરવાની વિધિ 12 એપ્રિલથી શરૂ થશે. અમારે જ્યાં કામ કરવાનું હતું ત્યાં બહુ એડવાન્સમાં કરી લીધું છે. કેટલાકને અમે કાનમાં વેહલા કહી દીધું હતું હાઇકમાન્ડ દ્વારા. કેટલાક લોકોને અમે જાહેર પણ કર્યા છે અને ચૂંટણી છે ને એની વ્યૂહરચના હોય એ વ્યૂહરચના કેમેરાની આંખ માટે ના હોય, તે અમારી માટે હોય એટલે વ્યૂહરચનના ભાગરૂપે અમારે જ્યારે યોગ્ય સમય લાગશે ત્યારે દિલ્હીથી અમારું હાઈકમાન્ડ ઉમેદવારો જાહેર કરશે.

શક્તિબાપુના પ્રહાર: શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાથી દુઃખી છે કે અમારે શું ગાભા મારવાના છે. પાર્ટીમાં જેમણે ખૂબ મહેનત કરી છે એના ઉપર કાલ સુધી જે કોંગ્રેસનો નેતા ભાજપને બેફામ ગાળો બોલતો હતો, હલકી ભાષામાં જે પ્રવચનો કરતા હતા, એમને ભાજપના કાર્યકર્તાના ખભે મુકવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે, પણ આ કાર્યકર્તાઓ જ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે. હમણાં એક ઓડિયો વાયરલ બહુ થાય છે સોશિયલ મીડિયા, ટીવી ચેનલના મિત્રોને કહું છું ઓડિયો ચલાવજો કે ભાજપનો ડંડો ભાજપનો ધ્વજ અને સામાસામા મળ્યા અને હથિયારમાં શું વપરાણું? તો કે ભાજપના દંડોને ભાજપનો ધ્વજ, માથા કોના ફૂટ્યા કે ભાજપ વાળાના, માર કોણે ખાધો હતો ભાજપ વાળાએ, મારનારો કોણ હતો કે ભાજપવાળો. એટલે આ ભાજપમાં ચાલે છે અને એટલે જ કહું છું કે ઈશ્વરનો ક્રમ હોય છે. જ્યારે સત્તા અહંકારી બને છે ત્યારે ઉપરવાળો પણ આવું જ ગોઠવણ કરતો હોય છે અને આ હું માનું છું કે ઈશ્વરના કર્મનો ભોગ બની રહ્યા છે.

જાણો રાજપૂત સમાજ વિશે શક્તિસિંહે શું કહ્યુ: શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોઈપણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી. સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે, પણ એટલું ચોક્કસ કહીશ કે આપણે સૌએ કોઈ પણ શબ્દ બોલતા પહેલા દસ વખત વિચાર કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે વોટ બેન્ક પોલિટિક્સ માટે,કોઈને ખુશ કરો તમે વાંધો નથી પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ ન કરો. દાખલા તરીકે રાજપૂત સમાજની માફી માંગવા માટે એક કહેતો પણ તે અહંકાર સાથે, કે મારી પાર્ટીને નુકસાન જાય છે એટલે હું કહું છું. કોઈ કામ નહોતું એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું. ભૂતકાળમાં લેઉવા પાટીદાર સમાજ વિશે બેફામ વાણી વિલાસ, બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે, એક વખત ભૂલ નથી અનેક વખત એમણે ભૂલો કરી છે. પણ એ પ્રશ્ન અંગે હું વિશેષ નહીં કહું.

  1. ચટાકેદાર પનીરની વાનગીઓ ખાનાર લોકો ચેતી જજો, સુરતમાં જપ્ત 250 કિલો પનીર અખાદ્ય નીકળ્યું - surat news
  2. બાળકો પૂછશે માતાપિતાને "ટપકું બતાવો", લોકસભા ચૂંટણીને લઈ તંત્રની ખાસ તૈયારી - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.