ETV Bharat / state

ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે શા માટે લીધી રાજકોટની મુલાકાત ? શું કહ્યું ગુજરાત પોલીસ વિશે જાણો વિગતવાર - DGP Vikas Sahay

author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 7:50 PM IST

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય રાજકોટ પધાર્યા અને તમામે તમામ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના રેન્જ ઈન્પસેક્ટર જનરલ તેમજ જિલ્લાના પોલીસ વડાઓ સાથે શું ચર્ચા કરી અને ક્યા કારણોસર ગુજરાતનાં પોલીસ વડા રાજકોટ પધાર્યા એ જણાવા માટે વાંચો આ સમાચાર વિગતવાર. DGP Vikas Sahay Rajkot Loksabha Election 2024 Law and Order

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

રાજકોટઃ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે આજે રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે રાજકોટ પોલીસ કમિશ્નર સહિત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા મથકના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો. મીટિંગ પૂર્ણ થયા બાદ રાજકોટ સ્થિત સ્થાનિક પત્રકારો સાથે વાતચીતમાં વિકાસ સહાયે તેમના રાજકોટ પ્રવાસનો હેતુ જણાવતા કહ્યું કે, મુખ્યત્વે લોકસભાના 3જા ચરણની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારા અધિકારીઓ સાથે પરામર્શ કરવાના હેતુથી તેઓ રાજકોટ આવ્યા હતા.

ચૂંટણી સુખરુપ પૂર્ણ થઈઃ ડીજીપી વિકાસ સહાયે ચૂંટણીઓ સુખરૂપ રીતે પૂર્ણ થઈ ગઈ હોવાની લાગણી સાથે રાજનૈતિક પક્ષો તથા પ્રજાજનોએ ચૂંટણી પ્રક્રિયા સુખરૂપ રીતે પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓના આ ચૂંટણીના અનુભવો વગેરે પર એક દસ્તાવેજી વિગતો તૈયાર કરવાની પણ ક્યાંક આ એક તક હોવાથી રાજકોટ આવીને આ અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ચૂંટણી દરમ્યાન દિવ્યાંગો તેમજ ઉંમરલાયક લોકોને પોલિંગ બુથ સુધી પહોંચાડવા બાદલ પોલીસે દાખવેલી સેવાઓને પોલીસ વડાએ પ્રશંસી હતી.

પોલીસ મહેકમને બિરદાવ્યુંઃ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ વિશેની આ વિશેષ બેઠક હોવાથી અન્ય મુદાઓ પર પોલીસ વડાએ પત્રકારો સાથે કોઈ ચર્ચાઓ ન કરી હતી, પરંતુ ચૂંટણી દરમ્યાનની પોલીસ વિભાગની સેવા ઉપરાંત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ ગુજરાત પોલીસ તેની ફરજ નિભાવવામાં અવ્વલ રહી હોવાની વાતને સમર્થન આપતા વિકાસ સહાયે પોલીસ મહેકમને બિરદાવ્યું હતું. મીટિંગ પૂર્ણ થયા બાદ રાજકોટ સ્થિત સ્થાનિક પત્રકારો સાથે વાતચીતમાં વિકાસ સહાયે તેમના રાજકોટ પ્રવાસનો હેતુ જણાવતા કહ્યું કે, મુખ્યત્વે લોકસભાના 3જા ચરણની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારા અધિકારીઓ સાથે પરામર્શ કરવાના હેતુથી તેઓ રાજકોટ આવ્યા હતા.

  1. ભય મુક્ત અને ન્યાય યુક્ત વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ - ડીજીપી વિકાસ સહાય - Loksabha Election 2024
  2. ન્યૂ યર સેલિબ્રેશન સર્વેલન્સમાં બ્રીધ એનલાઈઝર્સ, સ્નિફર ડોગ્સ, ઈન્ટરસેપ્ટર વેન્સનો ઉપયોગ કરાશેઃ વિકાસ સહાય, DGP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.