ETV Bharat / state

પરપ્રાંતીય મતદારોને આકર્ષવા ભાજપનું માઈક્રો પ્લાનિંગ, વિવિધ ભાષામાં સંમેલન યોજાશે - Lok Sabha election campaign

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 4:33 PM IST

ભાજપ અન્ય ભાષાભાષી સેલ
ભાજપ અન્ય ભાષાભાષી સેલ

ગુજરાતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતિય મતદારો વસવાટ કરે છે. આ મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ રણનીતિ બનાવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અન્ય ભાષા ભાષી સેલની પ્રદેશ બેઠક કમલમ ખાતે બેઠક યોજાઈ હતી.

પરપ્રાંતીય મતદારોને આકર્ષવા ભાજપનું માઈક્રો પ્લાનિંગ

ગાંધીનગર : દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગે રહ્યા છે. ત્યારે દરેક પાર્ટી ચૂંટણી મેદાનમાં પૂરી તૈયારી સાથે ઉતરી ગઈ છે. ભાજપે ગુજરાતમાં ત્રીજી વાર 26 માંથી 26 સીટ જીતીને હેટ્રિક લગાવવાનો સંકલ્પ કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની તમામ સીટ પાંચ લાખ કરતા વધુ મતથી જીતવાનો સંકલ્પ લીધો છે.

પરપ્રાંતીય મતદારોને આકર્ષવા પ્લાનિંગ : ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના અન્ય ભાષાભાષી સેલનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પરપ્રાંતી મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષિત કરવા માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વસતા 80 લાખથી વધુ પરપ્રાંતી મતદારો ભાજપને મત આપવા માટે બુથ લેવલે નિમણૂક કરવામાં આવી છે. દક્ષિણ ભારતીય મતદારોને આકર્ષિત કરવા માટે ભાજપ દ્વારા ગુજરાતમાં કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલી સંમેલન કરશે.

કમલમ્ ખાતે ખાસ બેઠક : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ તરફથી લોકસભા ચૂંટણીમાં પરપ્રાંતી મતદારોને આકર્ષવા માટે દરેક લોકસભા સીટ ઉપર કાર્યક્રમ કરવામાં આવશે. પરપ્રાંતિય મતદારો ભાજપને મત આપે તે માટે વોર્ડ અને બુથ લેવલ સુધીનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવશે. દરેક લોકસભા સીટ પરપ્રાંતી મતદારોનું મતદાન બપોર સુધીમાં થઈ જાય તે માટે અન્ય ભાષા ભાષી સેલ પ્લાનિંગ કરશે.

ગુજરાતના પરપ્રાંતીય મતદાર : ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ ગાંધીધામ, મુન્દ્રા ઉપરાંત નાના શહેરો અને ગામડામાં 80 લાખથી એક કરોડ પરપ્રાંતી મતદારો છે. ચાર દક્ષિણ ભારતીય સમાજના સંમેલન અન્ય ભાષા ભાષી સેલ કરવા જઈ રહ્યો છે. કર્ણાટકના લોકો માટે કન્નડ, તામિલનાડુના લોકો માટે તમિલ, આંધ્રપ્રદેશ અને તેલંગાના લોકો માટે તેલુગુ અને કેરલના લોકો માટે મલયાલમ સંમેલન કરવામાં આવશે.

અન્ય ભાષાભાષી સેલનું સંમેલન : દક્ષિણ ભારતના નેતાઓને બોલાવીને મતદારોને ભાજપ તરફ ખેંચવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આ સંમેલન મારફતે દરેક સમાજના લોકોને ભાજપ સાથે જોડવામાં આવે છે. ગુજરાત પ્રદેશ અન્ય ભાષાભાષી સેલ સંમેલનમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક આઈ કે જાડેજા, સહ સંયોજક પ્રદીપભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

  1. ગાંધીનગર લોકસભા બેઠક પદાધિકારીઓને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપ્યો જીતનો મંત્ર
  2. પાટીલે કહ્યું - મારી પાસે કોઇ જાદુઇ લાકડી નથી પણ કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણીમાં વિજય મળે છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.