ETV Bharat / state

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન, પાટીલે કહ્યું - મારી પાસે કોઇ જાદુઇ લાકડી નથી પણ કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણીમાં વિજય મળે છે - BJP Booth Conference

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 7:25 AM IST

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન

ગાંધીનગર અને અમદાવાદની ત્રણેય સીટો રેકોર્ડ મતોથી જીતવા માટે કર્ણાવતી મહાનગર ખાતે બૂથ સંમેલન રિવરફ્રન્ટ ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સરકાર અને સંગઠનના કામોની માહિતી ભાજપ કાર્યકરોને આપી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન

અમદાવાદ: દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપે રાજ્યની તમામ 26 સીટ પર જીતની હેટ્રીક મારવા કમર કસી છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન યોજાયુ હતું. બુથ સંમેલનમાં 6500 બુથ પ્રમુખ હાજર રહ્યા હતા. સી.આર.પાટીલે ભાજપ કાર્યકરોની તાકાત પર ભરોસો વ્યક્ત કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની કામગીરીના વખાણ કર્યા હતા.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન

'વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ 182 બેઠકોમાંથી 182 જીતશે તેમ કહ્યું હતું. કારણ કે મને કાર્યકર્તાઓ પર વિશ્વાસ હતો. વિધાનસભામાં 26 બેઠકો આપણે હારી ગયા હતા. 20 થી વધુ સીટી પાંચ હજાર કરતા ઓછા માર્જીનથી હાર્યા હતા. હવે ફરી ચૂંટણી આવી રહી છે ગયા વખતની ભૂલ ફરી ન થાય તેની તકેદારી રાખવાની છે. મને કાર્યકર્તાઓની તાકાતનો અંદાજ હોય છે એટલે ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરુ છું.' - સી.આર. પાટીલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન

400થી વધુ બેઠકો એનડીએને મળશે - પાટીલ

મારી પાસે કોઇ જાદુઇ લાકડી નથી પણ કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણીમાં વિજય મળે છે. કાર્યકર્તાઓ પક્ષના આયોજન પ્રમાણે કાર્ય કરશે તો ચોક્કસ પણ સફળતા મળશે. બૂથ પ્રમુખ ચૂંટણી સમયે તેમના સભ્યોનુ મતદાન થઇ જાય તેની તકેદારી રાખે. નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખતે આપણે વડાપ્રધાન બનાવવાના છે. કોંગ્રેસના કોઇ નેતા તેમની તાકાત પર વડાપ્રધાન નથી બન્યા તેમને પાર્ટીએ મુક્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદી ડંકાની ચોટ પર કહ્યુ કે મારે વડાપ્રધાન બનવું છે અને 2014મા વડાપ્રધાન બન્યા. આ વખતે 400 થી વધુ બેઠકો એનડીએને મળશે તેવો વિશ્વાસ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વ્યક્ત કર્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન

ભારતમાં જીએસટીની આવક વધી - ભૂપેન્દ્ર પટેલ

બુથ કાર્યકરોને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હરહમેંશા જનતાની વચ્ચે રહેતો હોય છે. કાર્યકર્તાઓના આધારે ચૂંટણીમાં સારું પરિણામ મેળવી શકાય છે. ભાજપનો કાર્યકર ચૂંટણી માટે હંમેશા તૈયાર હોય છે. લોકસભાની ચૂંટણીમાં પહેલા દેશના અર્થતંત્ર અંગે ચર્ચા થતી. પરંતુ આ વખતની ચૂંટણીમાં દેશનું અર્થતંત્ર પાંચમા સ્થાનેથી ત્રીજા નંબર આવવાની ચર્ચા થઇ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદ પર બિરાજશે એટલે ભારત ટુંક સમયમા ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. ભારતમાં જીએસટીની આવક 1.78 લાખ કરોડ રૂપિયા થઇ છે. સરકારે દેશમાંથી ગરીબીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ બૂથ સંમેલન
  1. વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ 'ભાજપ'નો આજે સ્થાપના દિવસ, 2થી 303 બેઠક સુધીની વિકાસ અને સંઘર્ષ ગાથા - BJP Foundation Day
  2. સતત 4 વખત ચૂંટાયેલા કચ્છના લોકપ્રિય સાંસદ પુષ્પદાન ગઢવી, ભાજપના પીઢ નેતા - BJP Foundation Day
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.