ETV Bharat / state

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો સુરત જિલ્લામાં પ્રવેશ, હજારો સમર્થકો ઉમટી પડ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 10:47 PM IST

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ આજે સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો. માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. રાહુલ ગાંધીની યાત્રાને આવકારવા હજારો સમર્થકો ઉમટી પડ્યા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Bharat Jodo Nyay Yatra

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો સુરત જિલ્લામાં પ્રવેશ
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો સુરત જિલ્લામાં પ્રવેશ

હજારો સમર્થકો ઉમટી પડ્યા

સુરતઃ રાહુલ ગાંધીએે 14મી જાન્યુઆરીના રોજ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરવામાં આવી છે. આ યાત્રા ગુજરાતમાં 3 દિવસ પહેલા પ્રવેશી જ્યારે આજે આ યાત્રા સુરત જિલ્લામાં પ્રવેશી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પ્રવેશેલ ભારત જોડો ન્યાય યાત્રાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો ઉમટી પડ્યા હતા.

કૉંગ્રેસ દિગ્ગજોનો જમાવડોઃ કૉંગ્રેસ સમર્થકો અને કાર્યકરો ઉપરાંત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કૉંગ્રેસ દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો હતો. આજે ઝંખવાવમાં રાહુલ ગાંધીનું રોકાણ શક્ય બન્યું નહોતું તેથી કૉંગ્રેસ સમર્થકોમાં થોડી નિરાશા જોવા મળી હતી. વહેલી સવારે શરૂ થયેલી યાત્રા લગભગ 5 વાગ્યાના અરસામાં માંગરોળ આવી પહોંચી હતી.

હજારો સમર્થકો ઉમટી પડ્યા
હજારો સમર્થકો ઉમટી પડ્યા

સમાન ન્યાય માટે યાત્રાઃ ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યુ છે. જે મણિપુરથી શરુ થઈ છે. આ યાત્રાનો હેતુ દેશના દરેક નાગરિકને સમાન આર્થિક, રાજકીય અને સામાજિક ન્યાય મળે તે છે. દેશના તમામ નાગરિકોને પાયાગત સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેની આ ભારત જોડો ન્યાય યાત્રા છે.

હજારો સમર્થકો ઉમટી પડ્યા
હજારો સમર્થકો ઉમટી પડ્યા

ગુજરાત બહારથી પણ સમર્થકો ઉમટ્યાઃ રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રામાં ગુજરાત સિવાય અન્ય રાજ્યના લોકો પણ શરૂઆતથી રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે. આજની ભારત જોડો ન્યાય યાત્રામાં કૉંગ્રેસના અને રાહુલ ગાંધીના કેટલાક સમર્થકો કેરળ, છત્તીસગઢ અને તમિલનાડુથી પણ જોડાયેલા છે. કેરળના વાયનાડ કે જ્યાંથી રાહુલ ગાંધી સાંસદ પણ છે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને યાત્રામાં તેમની સાથે યુવાનો ફરી રહ્યા છે. જો રાહુલ ગાંધીને વાયનાડથી ફરી ટિકિટ અપાય તો રાહુલ ગાંધી ચોકક્સ જીતશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.

  1. Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધીને દીપડાથી બચાવવા માટે સુરત વન વિભાગનું રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ
  2. Bharat Jodo Nyaya Yatra: નર્મદા પહોંચી ભારત જોડો ન્યાય યાત્રા, રાહુલ ગાંધીને મળવા જનમેદની ઉમટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.