ETV Bharat / state

સુરતની બેઠક બિનહરીફ જીત્યા બાદ પાટીલે કહ્યું, '400 બેઠકો જીતવી એ જ ભાજપ માટે ઓપરેશન લોટસ છે' - BJP won Surat seat unopposed

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 11:14 AM IST

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. ત્યારબાદથી છેલ્લા 24 કલાકથી રાજકીય ડ્રામા સર્જાઈ રહ્યો છે. ત્યારે હવે સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઇ છે. સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ હતો તેમાં અપક્ષ સહિત અન્ય પાર્ટીના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેચી લીધા હતાં. જે બાદ સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વિના જ જીતી ગયાં છે.

સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.
સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.

સુરત: ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વિના જ જીતી ગયાં છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ સતાવાર જાહેરાત કરીને જીતનું સર્ટિફીકેટ પણ આપી દીધું છે. ત્યારે કોંગ્રેસના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા સી આર પાર્ટીલે જણાવ્યું હતું કે, 400 બેઠકો જીતવી એ જ ભાજપ માટે ઓપરેશન લોટસ છે. ત્યારે મુકેશ દલાલે કહ્યું હતું કે, દિલ્હી જઈને મારે એમના માટે એક મીની બસ ગોતવી પડશે, કારણ કે, આજે 40 સીટની નીચે જો કોઈ મીની બસ મળી જશે તે હું ગોતીશ જેથી પુરા પાર્લામેન્ટના મેમ્બર બેસીને પાર્લામેન્ટમાં જઈ શકે.

સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.

સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઇ: લોકસભાની ચુંટણી વચ્ચે છેલ્લા 48 કલાકથી રાજકીય ડ્રામા સુરતમાં સર્જાયો હતો સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થઇ ગયું હતું જેથી સોમવારે સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઇ છે. સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે અપક્ષ સહિત અન્ય પાર્ટીના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેચી લીધા હતા.

સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.
સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.

ભૂલો છુપાવવા માટે તેઓ આવી વાતો કરે : આ સમગ્ર મામલે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોઈનું અપહરણ કર્યું નથી. કોંગ્રેસના પોતાના ઉમેદવાર અને તેમના સમર્થક પોતે કહે છે કે, તેમની સાઇન નથી તો એમાં કોની ભૂલ છે. પોતાની ભૂલો છુપાવવા માટે તેઓ આવી વાતો કરે છે. આજ દિન સુધી તેઓએ લોકતંત્રની હત્યા કરી છે. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન લડ્યું નથી.

400 બેઠક પ્રાપ્ત કરવું એ ઓપરેશન લોટસ: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઓપરેશન લોટસ 400 પ્લસ જીતવા માટે કામ કરી રહી છે. જ્યારે 400 બેઠકો અમે જીતીશું ત્યારે જે ઓપરેશન લોટસ થશે. કોઈ એક બેઠક માટે ઓપરેશન લોટસ કરો એ ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ નથી.

સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.
સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.

સુરતમાંથી પહેલું કમળ ખીલ્યું: સુરત કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ સતાવાર જાહેરાત કરીને જીતનું સર્ટિફીકેટ પણ આપી દીધું છે. લોકસભા ચુંટણીમાં ભાજપની આ પહેલી જીત છે. જીત બાદ મુકેશ દલાલએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં મુકેશ દલાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો હ્રદયપૂર્વક આભાર માનું છું, સુરતમાંથી પહેલું જે કમળ ખીલ્યું તે હું એમના ચરણોમાં અર્પણ કરું છું, લોકશાહી માર્ગે લોકતાંત્રિક ઢબે મારો વિજય થયો છે. કહેવાવાળા કહ્યા કરે, હું મારા મતદારો અને મારા કાર્યકર્તાનો આભારી છું. વધુમાં જણાવ્યું હતું કે, પોતાની ધરણા મુજબ જો કામ થાય તો લોકતંત્ર સારું લાગે છે અને જયારે પોતાની ધારણા મુજબ કામ ના થાય તો લોકતંત્રની હત્યા દેખાય છે.

સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.
સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચુંટણી લડ્યા વિના જ જીતી ચુક્યા છે.

ભાજપે 400 સીટ જીતવા માટે મહેનત કરી: મુકેશ દલાલે કહ્યું કે, હું આ જીતથી ખુશ છું, દેશ અને ગુજરાતમાં પહેલું કમળ ખીલ્યું છે આ કમળ હું પીએમ મોદીના ચરણોમાં અર્પણ કરું છું. તેઓએ જે 400 પારનો જે લક્ષ્યાંક આપ્યો છે તે દિશામાં આ પહેલું કદમ છે. હું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પણ આભાર માનું છું, તેઓએ ચૂંટણી દરમ્યાન મારો હોંસલો વધાર્યો છે અને મારું માર્ગદર્શન કર્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ના જાયે, જયારે કોઈ કામ સારું થાય છે. તેઓની મરજી મુજબ થાય છે. તો લોકતંત્ર સારું છે. પરંતુ જો કોઈ કામ તેઓની મરજી વિરુદ્ધ થાય તો લોકતંત્રની હત્યા એમ બુમો પાડવી એ એમની જૂની રીત અને આદત છે. ભાજપ 400 સીટ જીતવા માટે પૂરી રીતે મહેનત કરી રહી છે. ભાજપ પાસે કાર્યકર્તાઓની ફોજ ખડી છે. નરેન્દ્ર મોદીની વિકાસની ગાડી છે. અમારે આવી રીતે ખેલા કરવાની કોઈ જરૂર નથી.

કોંગ્રેસ તૂટતી બિખરતી પાર્ટી છે: વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ તૂટતી બિખરતી પાર્ટી છે. દેશમાં વિખેરાઈ ગઇ છે. 2029માં રહેશે કે કેમ, સુરતમાં તો ઝીરો જ છે. દિલ્હી જઈને મારે એમના માટે એક મીની બસ ગોતવી પડશે, કારણ કે આજે 52 છે 40 સીટની નીચે જો કોઈ મીની બસ મળી જશે તે હું ગોતીશ જેથી પુરા પાર્લામેન્ટના મેમ્બર બેસીને પાર્લામેન્ટમાં જઈ શકે.

  1. કોંગ્રેસે બિહાર અને પંજાબની સાત બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, જુઓ યાદી - lok sabha election 2024
  2. કાંકેરમાં અમિત શાહનો હુંકાર, છત્તીસગઢ 2 વર્ષમાં નક્સલ મુક્ત થશે - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.